________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
જૈન રામાયણ પવનંજય, અહીં તમારે કોઈ પણ વાતે સંકોચ રાખવાનો નથી. આ રાજ્ય હવે તમારે જ સંભાળવાનું છે.'
‘હું જરૂર આપના કાર્યમાં સહાયક થઈશ, બાકી રાજ્યની ધુરા આપે જ રાખવાની છે.” પવનંજયે માનસવેગની વાતને કંઈક અંશે સ્વીકારી.
“ના, હું તો હવે નિવૃત્ત થવા ચાહું છું અને બાકી જિંદગી શ્રી જિનેશ્વર ભગવંતની ઉપાસનામાં વ્યતીત કરવાની અભિલાષા સેવું છું. એટલે રાજ્યની ધુરા તમારે જ ધારણ કરવી પડશે.” પવનંજય વિચારમાં પડી ગયો.
એમાં તમારે કંઈ વિચારવાનું નથી. કાલથી મારી સાથે રહી, રાજ્યની તમામ માહિતી તમારે મેળવી લેવાની છે. મંત્રીવર્ગનો પરિચય કરી લેવાનો.'
માનસવેગે પવનંજય માટે એક ભવ્ય મહેલ તૈયાર કરાવી દીધો હતો. શુભ મૂહુર્તે પવનંજયે તેમાં વાસ કર્યો, પ્રહસિતને અને વસંતતિલકાને પવનંજયે પોતાના મહેલમાં જ રાખ્યાં.
એક દિવસે અંજનાએ અવસર પામીને પવનંજયને હસતાં હસતાં કહ્યું. “આ વસંતતિલકાને તમારે કુંવારી જ રાખવી છે?' ‘એ તો તારે વિચારવાનું છે ને?” ‘હું શું વિચારું? એને તો મારા સિવાય કોઈ ગમશે જ નહિ!” “મને એક વિચાર આવે છે.”
‘શું?
પ્રહસિત અને વસંતતિલકા...'
ઓ હો! વિચાર તો સુંદર કર્યો. તું એ બંનેને પૂછી જોજે .” “ના જી! હું વસંતાને પૂછીશ. આપ પ્રહસિતને, ખરું ને?' ભલે એમ. પરંતુ નક્કી કરાવી દેજે તું! તારું વચન બંને માન્ય રાખશે..' અંજના શરમાઈ ગઈ.
હનપુરમાં પવનંજય-અંજના અને હનુમાનના દિવસો આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા. બીજી બાજુ પ્રહસિત અને વસંતતિલકાનાં પણ લગ્ન થઈ ગયાં. બંને પવનંજયના મહેલમાં જ રહીને જીવનકાળ વ્યતીત કરવા લાગ્યાં. હનુમાનનો શૈશવકાળ પણ શ્રદ્ધા-સંસ્કાર અને શિક્ષણથી પસાર થવા લાગ્યો.
For Private And Personal Use Only