________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૦
જૈન રામાયણ
‘પરંતુ આપણે ક્યાં...'
‘આપ એની ચિંતા ન કરો. પ્રહસિતે મને નિશાની આપેલી છે; આપણે ત્યાં પહોંચવાનું છે. પછી આપણે જોઈ લઈશું.'
‘બસ, ત્યારે હવે અમે તૈયારી કરી લઈએ. અંજના, ચાલો તમે બધાં તૈયાર થઈ જાઓ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસવેગનું વિમાન તૈયાર થઈ ગયું. અંજના, હનુમાન, વસંતતિલકા, માનસવેગ, અંજનાની મામીઓ... વગેરે વિમાનમાં ગોઠવાઈ ગયાં. સેનાપતિએ પણ પોતાનું વિમાન સજ્જ કરીને પ્રયાણ આરંભ્યું. બંને વિમાનો વૈતાઢચ પર્વતની ગિરિમાળાઓ પરથી ઊડવા લાગ્યાં. સેનાપતિનું વિમાન આગળ હતું અને માનસવેગનું વિમાન પાછળ હતું.
પ્રસિત ભૂતવન ઉપર પૂરી ચોકસાઈથી વિમાન ચલાવી રહ્યો હતો. રાજા પ્રહ્લાદ અને મહામંત્રી એટલી જ ચીવટથી ભૂતવનમાં દૃષ્ટિ માંડીને પવનંજયને શોધી રહ્યા હતા. એક ચક્કર લગાવ્યું, બીજું લગાવ્યું, ત્રીજું લગાવ્યું, પરંતુ કોઈ પત્તો ન લાગ્યો. ત્યાં મહામંત્રીએ કહ્યું :
‘વિમાનને વનમાં જ જો કોઈ જગા દેખાય તો ત્યાં ઉતારો.'
‘પણ, જરા રાહ જુઓ, આપણે ઉત્તર તરફ હજુ ગયા જ નથી, એ બાજુએ જઈ આવીએ પછી યોગ્ય સ્થળે વિમાનને ઉતારીએ.' પ્રહસિત બોલ્યો.
વિમાન ઉત્તર તરફ વળ્યું. થોડુંક આગળ વધ્યું, ત્યાં તેમના કાને અવાજ અથડાયો.
‘પ્રહસિત, વિમાન થંભાવી દે, કોઈ અવાજ સંભળાઈ રહ્યો છું.' પ્રહ્લાદ રાજાએ વિમાન થોભાવવા આજ્ઞા કરી અને કઈ બાજુએથી અવાજ આવે છે, તે વિચારવા લાગ્યા. અવાજ નજીકમાંથી જ આવતો લાગ્યો... શાંત વાતાવરણમાં શબ્દો, પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા.
‘હે વનદેવતા! આપ મારી હૃદયવ્યથા સાંભળો. હું વિદ્યાધર રાજા પ્રહ્લાદનો પવનંજય નામે પુત્ર છું. મહાસતી અંજના મારી પત્ની છે. તે નિર્દોષ હોવા છતાં મેં દુષ્ટબુદ્ધિથી લગ્ન થતાં જ એનો ત્યાગ કર્યો. તેને દુઃખના દાવાનળમાં ફેંકી. એનો તિરસ્કાર કરી અવગણના કરી હું યુદ્ધયાત્રામાં ચાલ્યો. પરંતુ દૈવવશાત્ માનસરોવરના તીરે મને મારી ભૂલ સમજાઈ અને એ રાત્રે છૂપી રીતે મિત્ર પ્રહસતને લઈ, હું અંજનાના મહેલે આવ્યો. મેં રાત ત્યાં પસાર
For Private And Personal Use Only