________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૪૭
વેપારીએ ગહન પ્રશ્ન પૂછ્યો. સૌ વિચારમાં પડી ગયા. ત્યાં દુકાનની અંદર બેઠેલો એક યુવાન બહાર આવ્યો અને વેપારીઓની જોડે બેઠો.
‘મામા, શું પુણ્યશાળી આત્માને દુઃખ જ ન આવે? આ સંસારમાં પુણ્યશાળી આત્મા પર પણ ક્યારેક દુઃખના ડુંગરા તૂટી પડતા હોય છે.'
‘તો પછી એને પુણ્યશાળી ન કહેવાય ને?’
‘તમે પુણ્યશાળીની વ્યાખ્યા શું કરો છે? લોકો જેની વાહવાહ કરે, જેની પાસે ધન-સંપત્તિ હોય, તે જ પુણ્યશાળી?'
‘હાસ્તો!'
ના, જૈનધર્મમાં એને જ પુણ્યશાળી નથી કહેવામાં આવતો. જેની પાસે જ્ઞાનવૃષ્ટિ છે, જેની પાસે ક્ષમા-નમ્રતા છે, જેના હૈયામાં પરમાત્મા વસે છે, તે પુણ્યશાળી છે!' યુવાને પુણ્યશાળીની સુંદર વ્યાખ્યા રજૂ કરી.
‘આવા આત્માને દુઃખ આવે ખરાં?' મામાએ ભાણેજને પૂછ્યું.
‘હા, પૂર્વભવોનાં પાપના ઉદયથી દુઃખ આવે છતાં એ પુણ્યશાળી આત્મા અને દુઃખ ન માને અને સમતાપૂર્વક સહન કરે. તો તેનાં દુઃખ દૂર થઈ જાય છે અને સુખ મળે છે.'
સેનાપતિ વેપારીઓની વાતો સાંભળીને આનંદથી પુલિંકેત બની ગયો. એને અંજનાનો પત્તો લાગી ગયો! વપારીઓની વાતમાંથી એને અંજનાની ભાળ થઈ ગઇ! તરત જ તે ગામની બહાર આવી ગયો. બીજા જે સુભટો તપાસ કરવા ગયા હતા, તે પણ આવી ગયા હતા. સહુએ સેનાપતિને આજે હસતો જોયો! ‘પ્યારા સુભો! આપણું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. અંજનાનો પત્તો લાગી ગયો છે!’ સેનાપતિએ કહ્યું.
'હેં? ક્યાં છે મહાસતીજી?' સુભટો આશ્ચર્ય અને આનંદથી નાચી ઊઠ્યા. ‘આપણે અહીંથી હનુપુર નગરમાં જવાનું છે. ત્યાં અંજના અને અંજનાનો પુત્ર ક્ષેમકુશળ છે!’
‘અંજના સતીનો જય હો!' સુભોએ જયજયકાર કર્યો.
સૌ વિમાનમાં ગોઠવાઈ ગયા. સેનાપતિએ વિમાનને ગતિ આપી. થોડાક સમયમાં જ હનુપુરનાં ગગનચુંબી જિનમંદિરો નજરે પડવા લાગ્યાં. સેનાપતિએ નગરના સીમાડામાં વિમાન નીચે ઉતાર્યુ અને ઝડપથી સુભટો સાથે તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરની અપૂર્વ રચના અને શોભા જોઈ, સેનાપતિ ખુશ
For Private And Personal Use Only