________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭. સતીત્વનો વિજય પ્રહસિત આદિત્યપુરમાં આવી પહોંચ્યો.
તે સીધો જ મહારાજા અલ્લાદના મહેલમાં પહોંચ્યો. અલ્લાદ અને કેતુમતી મંત્રણાખંડમાં ચિંતાતુર ચહેરે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યાં જ પ્રહસિતે પ્રવેશ કર્યો, કેતુમતીની દૃષ્ટિ પ્રહસિત પર પડી. તે એકદમ ઊભી થઈ ગઈ.
પવનંજય ક્યાં?' કેતુમતીએ વિહ્વળ વદને પૂછ્યું. હું એકલો જ આવ્યો છું,' પ્રહસિતે જમીન પર દૃષ્ટિ રાખી જવાબ આપ્યો. ‘પવનંજય આવ્યો નથી અને કદાચ ન પણ આવે.” પ્રહસિતની આંખો આંસુથી ઊભરાઈ.
હા, અમે અંજનાને શોધવા ગામ, નગરો, પર્વતો અને ખીણ ફરી વળ્યા, પરંતુ અંજના ન મળી. છેવટે મને અહીં મોકલી પવનંજય અંજનાને શોધવા જંગલમાં ભટકી..'
કેતુમતી રડી પડી. કરણ કલ્પાંત કરવા માંડી. રાજા અલ્લાદ પણ રુદન દાબી શક્યા નહિ. પણ, મારા પુત્રને એકલા મૂકી તું શા માટે આવ્યો? એનું જંગલમાં કોણ? એ ક્યાં જશે? તારે તો સાથે રહેવું હતું...” કેતુમતીએ પ્રહસિતને ઉપાલંભ આપવા માંડ્યા.
માતાજી, હર્વ રડવા કરતાં તો કામ કરવું જોઈએ.”
હવે શું કરું? હાથનાં કર્યા હૈયે વાગ્યાં. મેં પાપિણીએ એ નિરપરાધી બિચારી અંજનાને કલંકિત કરી કાઢી મૂકી. સતીને સંતાપ જન્માવ્યો એનું ફળ મને અહીં જ મળી ગયું. મારો પુત્ર ગયો.
સંતાપ ન કરો, હજુ પણ પવનંજય મળી શકે. આપણે અંજનાનો પત્તો લગાડવો જોઈએ. જે તત્કાળ અંજનાનો પત્તો નહિ મળે તો પવનંજય અગ્નિમાં પ્રવેશ કરશે.”
કેતુમતી મૂછિત થઈ ગઈ. રાજા પ્રલાદ બેબાકળા બની ગયા. રાજમહેલનાં સારો ય પરિવાર ભેગો થઈ ગયો. વયોવૃદ્ધ મહામંત્રી પણ આવી પહોંચ્યા. શોકના ઘેરા વાતાવરણમાં સહુ ઘેરાઈ ગયા.
આવી છે. આ સંસારની ઘટમાળ! ઈષ્ટના સંયોગમાં હર્ષ અને ઇષ્ટના
For Private And Personal Use Only