________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ કુમાર, ક્યારે પધાર્યા? મહેલમાં ચાલો... ત્યાં..' મહેન્દ્રએ કહ્યું.
હું મહેલમાં બેસવા નથી આવ્યો. અંજનાને શોધવા આવ્યો છું... અંજના ક્યાં છે?” પવનંજયે મહેન્દ્રની સામે જોયું.
એનું નામ શા માટે લો છો? એણે તમારા ને મારા કુળને...' “બસ, બસ, એણે કોઈને કલંકિત નથી કર્યા, અને તમે કલંકિત કરી છે. એ મહાસતી છે.” "હે?” મહેન્દ્રના હોશકોશ જ ઉડી ગયા. પ્રસન્નકીર્તિની આંખો પહોળી થઈ ગઈ.
હા, એ નિષ્પાપ છે, નિર્દોષ છે. અજ્ઞાન માતાએ તે નિર્દોષ સતી પર સિતમ ગુજાર્યો છે. તે અહીં આવી છે, એમ મેં સાંભળ્યું છે. એ ક્યાં છે?' પવનંજયની વાત સાંભળી, મહેન્દ્રની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. પ્રસન્નકીર્તિની આંખે અંધારાં આવ્યાં, એ નીચે ફસડાઈ પડ્યો... મહામંત્રીએ પોતાની ભીની આંખોને ખેસના છેડાથી લૂછી.
શું એ અહીં નથી? અહીં આવી જ નથી?' પવનંજયનું ચિત્ત વ્યથિત બની ગયું. હદય ભારે વિમાસણમાં અને કુશંકાઓમાં અટવાઈ ગયું.
“કુમાર... શું કહ્યું? મેં મારા જ હાથે એ સુશીલ પુત્રીને અન્યાય કર્યો, ગરીબ ગાય જેવી, નિર્દોષ પુત્રી અહીં આવી હતી પણ કુળની કીર્તિની પાપી વાસનાથી અહીંથી એને ધક્કો દીધો અને કાઢી મૂકી...રડતી આંખે થોથવાતી જીભે બે હાથે માથું કૂટતા મહેન્દ્ર સત્ય હકીકત કહી સંભળાવી.
ન જાણે એ ક્યાં ગઈ હશે? એનું શું થયું હશે? એકલી-અટૂલી ભયંકર જંગલોમાં, દારુણ અટવીઓમાં ક્યાં જઈ ચઢી હશે? મહામંત્રીએ ત્યારે સાચું કહ્યું હતું કે : “એ નિર્દોષ છે, એને ન કાઢી મૂકો,' પણ... મેં ઘમંડીએ મહામંત્રીની વાત ન માની, તેની દુ:ખી સ્થિતિનો વિચાર ન કર્યો.., મહેન્દ્ર રાજા નીચે બેસી ગયા અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યા.
“મહારાજા, હવે આ ટાણે રોવાથી સર્યું. હવે તો એક ક્ષણનોય વિલંબ કર્યા વિના, એ સતીનો પત્તો લગાવવો જોઈએ. ચારે દિશાઓમાં સુભટોને મોકલીને એની ભાળ મેળવવી જોઈએ.” મહામંત્રીએ મહેન્દ્રને શાંત કર્યા.
કુમાર, આપ અહીં રોકાઓ. અલ્પકાળમાં જ સુભટો શુભ સમાચાર લઈને આવી જશે.' મહામંત્રીએ પવનંજયને પ્રાર્થના કરી.
નહિ, મહામંત્રી, જ્યાં સુધી એજના નહિ મળે ત્યાં સુધી હવે મહેલ કેવો?
For Private And Personal Use Only