________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સતીની શોધમાં
૨૩૫
એનાં ઓછાં ગુણગાન ગાયાં હતાં? અને એકાએક શું એ બગડી ગઈ? તેં જરાય વિચાર ન કર્યો? મારા આગમનની રાહ પણ ન જોઈ...' પવનંજયની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. અંજનાનું શું થયું હશે...? એ વિચારે એના હૈયાને દુ:ખી દુ:ખી કરી મૂક્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હું જાઉં છું. અંજનાને શોધીને જ પાછો આવીશ. મારી રાહ ન જોશો.' પવનંજય કેતુમતીના ખંડમાંથી બહાર નીકળવા લાગ્યો. કેતુમતીએ એનો હાથ પકડ્યો.
‘તું શા માટે જાય છે, હું અહીંથી ચારે દિશાઓમાં સુભટોને તપાસ કરવા મોકલું છું.’
‘ના, તારી ભૂલનું પ્રાયશ્ચિત્ત મારે જ કરવું પડશે, ખરેખર તો ભૂલ મારી જ છે. બાવીસ વર્ષ સુધી મેં એને દુઃખી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. હું જ એની પાછળ જઈશ.'
પવનંજય બહાર નીકળી ગયો. પ્રહસિતને લઈ, આકાશમાર્ગે સીધો તે મહેન્દ્રનગરના દ્વારે આવી લાગ્યો. બંને મિત્રો સીધા રાજા મહેન્દ્રના મહેલે પહોંચ્યા, ત્યાં જ મહેલના પગથિયે જ યુવરાજ પ્રસન્નકીર્તિનો મેળાપ થઈ ગયો. ‘આમ અચાનક... કુમાર ?' પ્રસન્નકીર્તિએ પવનંજયનો હાથ પકડીને પૂછ્યું. ‘શું અંજના અહીં છે?’ પવનંજયે સીધો જ પ્રશ્ન કર્યો.
પ્રસન્નકીર્તિ વિમાસણમાં પડી ગયો. એ જાણતો હતો કે અંજનાને એની સાસુએ કાઢી મૂકી ત્યારે પવનંજય યુદ્ધમાં ગયેલો હતો અને યુદ્ધમાંથી હજુ આજે જ એ પાછો ફર્યો હતો. વળી પવનંજયના ચહેરા પર કોઈ આનંદની એકાદ રેખા પણ ન હતી. વિપાદની ઘેરી છાયા એના મુખ પર પથરાયેલી હતી. ‘શું અંજનાને અન્યાય તો નથી થયો?' એનું ચિત્ત અસ્વસ્થ બની ગયું. તેણે કહ્યું.
‘હા, અંજના અહીં આવી હતી.'
‘ક્યાં છે?’
‘પણ, આપ મહેલમાં તો પધારો... પછી....
‘પહેલાં, મને જવાબ આપો : અંજના ક્યાં છે?’ પવનંજયનો અવાજ ઊંચો થયો. એની આંખમાં રોષનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. પરંતુ અવાજ સાંભળતાં રાજા મહેન્દ્ર અને મહામાત્ય પણ ત્યાં આવી ચઢ્યા.
For Private And Personal Use Only