________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
પવનંજય પાછો વળે છે
હવે ક્યાં આપણે દૂર છીએ? આ નગરમાં પહોંચ્યા એટલી વાર
જોતજોતામાં તો નગરની બહાર વિમાનો આવી પહોંચ્યાં. નગરમાં પણ વાયુવેગે પવનંજયના આગમનના સમાચાર પહોંચી ગયા. રાજા પ્રદ્યાદ વગેરેએ પવનંજય સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી.
નગરજનોએ મહોત્સવપૂર્વક પવનંજયનું સ્વાગત કર્યું. પરંતુ પવનંજયનું ચિત્ત નગરજનોના સ્વાગતમાં ન હતું. તે તો અંજનાને મળવા આતુર હતો. પોતાના મહેલે આવી, પ્રહસિતને બીજું બધું કામકાજ ભળાવી, એ માતા-પિતા પાસે પહોંચ્યો. માતા-પિતાને પ્રણામ કરી, ત્યાંથી સીધો જ પહોંચ્યો અંજનાના આવાસે. પરંતુ ત્યાં તો બધું સુમસામ હતું. નહોતો ત્યાં કોઈ પહેરેગીર કે નહોતી કોઈ દાસી. પવનંજયે ત્યાં બધું વેરવિખેર જોયું. તે મહેલમાં ગયો.
કોઈ છે?” તેણે બૂમ પાડી.
કોણ છે?' એક ધીમો અવાજ અંદરના ઓરડામાંથી આવ્યો. પવનંજય એ તરફ ગયો. ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ.
અંજના ક્યાં છે?” ખૂબ આતુરતાથી પવનંજયે પૂછયું. સ્ત્રી પવનંજય સામે જોઈ રહી. થોડીક વાર પછી પૂછ્યું. “તમે કોણ છો?” “હું પવનંજય, અંજાન ક્યાં છે?' સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. તેનું મોં લાલચોળ બની ગયું.
કેમ જવાબ નથી આપતી? મારી પ્રિયા અંજના ક્યાં છે?' પવનંજય અકળાઈ ઊઠ્યો. તેનું હૈયું ધબકવા માંડ્યું.
શું જવાબ આપું, કુમાર?..” ‘તું જલદી કહે, શું થયું?”
અંજનાદેવીને આપના માતાજીએ અહીંથી કાઢી મૂક્યાં.' ‘હું?' પવનંજયની આંખો પહોળી થઈ ગઈ. એના હોઠ ફફડી ઊઠ્યા.
“અંજનાદેવી ગર્ભવતી બન્યાં તેથી માતાજીએ કલંક મૂક્યું અને માણસો દ્વારા વસંતતિલકાની સાથે દેવીને મહેન્દ્રનગરના સીમાડામાં મુકાવી દીધાં.”
પવનંજયની આંખે અંધારાં આવ્યાં. તે ત્યાં જ ફસડાઈ પડ્યો.
0
0
0
For Private And Personal Use Only