________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
પવનંજય પાછો વળે છે
પ્રહસિતને સાથે લઈ પવનંજય વણપુરીમાં પહોંચ્યો. વરુણરાજ પુંડરીક અને રાજીવની સાથે મસલત કરતા, પવનંજયની રાહ જોતા બેઠા હતા. ત્યાં જ દ્વારપાલ આવીને પવનંજયના આગમનના સમાચાર આપ્યા. પુંડરીક અને રાજીવ સામા ગયા. પવનંજય- તેમણે સ્વાગત કર્યું. પવનંજયનું મોહક વ્યક્તિત્વ જોઈ, બન્ને ભાઈઓ પ્રભાવિત થયા.
પવનંજયને લઈ બન્ને ભાઈઓ વરુણરાજના ખંડમાં દાખલ થયા. વરુણરાજે સ્મિત કરીને, પવનંજયને આવકાયાં. પવનંજયે પણ ઉચિત પ્રત્યુત્તર વાળ્યો અને વરુણરાજની સામે આસન લીધું. થોડીક વાર મૌન છવાયું.
કેમ સેનાપતિજી! અત્યારે આવવાના શ્રમ શા માટે લેવો પડ્યો?' વરુણરાજે હસીને વાતનો આરંભ કર્યો.
‘લાખો જીવોની હત્યાને અટકાવવા માટે.” પવનંજયે સ્મિતપૂર્વક કહ્યું.
‘તો તો આટલા વિરાટસૈન્યને લઈને આવવાની જરૂર જ ન હતી. આપોઆપ હત્યાકાંડ અટકી જ ગયો હોત.'
આપ જાણો છો કે લંકાપતિ વેરનો બદલો લીધા વિનાં જંપ નહીં, એમનો. સ્વભાવ જ એવો છે. ખર અને યાને કેદી બનાવીને લંકાપતિના રોષને વિશેષ પ્રજ્વલિત કરવામાં આવ્યો છે.' ‘ભલે ને પ્રજ્વલિત થાય! અમે યુદ્ધભૂમિ પર ઠારવા તૈયાર જ છીએ.”
“તો શું તમે એમ માનો છો કે લંકાપતિને તમે પરાજિત કરી શકશો? લંકાપતિના એક એક બાંધવને પરાજિત કરવા માટે પણ ભારે ખુવારી સહન કરવી પડે એવી છે. લંકાપતિની સાથે આવેલા એક એક વિદ્યાધર રાજાને પરાસ્ત કરવા માટે પણ લોહીની ગંગા-સિંધુ વહેવડાવવી પડે એમ છે. જ્યારે ખુદ લંકાપતિને પરાજય આપવા માટે તો...'
એટલે શું અમે બધા બંગડી પહેરીને બેઠા છીએ એમ, સેનાપતિજી!' પુંડરીક રોપથી સળગી ઊઠ્યો.
ના, જરાય નહિ. તમે પણ વીર છો. ખમીરવંતા છો. પણ આવાં યુદ્ધમાં તમારા જેવાં રનોને હોમાઈ જવાનું? તમારા જેવા પરાક્રમીઓનો ઉપયોગ માનવજાતના સંહારમાં કરવાનો? હું એ માટે જ અત્યારે અહીં આવ્યો છું. કોઈ પણ યોગ્ય માર્ગ કાઢીને, આ યુદ્ધ અટકાવી દેવું જોઈએ.'
For Private And Personal Use Only