________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
પવનંજય પાછો વળે છે “અશક્ય” મને આજની રાત પ્રયત્ન કરી લેવાની રજા આપો.” ભલે!' “રાવણને પવનંજયની વાત એક તરંગ જેવી લાગી. પવનંજયને પોતાના પ્રયત્નની સફળતા લાગી. તે રાવણને પ્રણામ કરી, પોતાની શિબિરમાં આવ્યો. શિબિરમાં પ્રહસિત આંટા મારી રહ્યો હતો. પવનંજય આવીને પ્રહસિતને પોતાના ખાનગી મંત્રણાલયમાં લઈ ગયો.”
‘તારે અત્યારે નગરમાં જવાનું છે.' ‘તૈયાર.' જઈને સીધું તારે વરુણને મળવાનું છે, અને મારો અંગત સંદેશો આપવાનો છે. કહેવાનું કે એક મિત્ર તરીકે પ્રસ્લાદપુત્ર પવનંજય આપને તત્કાલ મળવા ચાહે છે.” “પછી?'
જવાબ લઈને તરત પાછા આવવાનું “પ્રહસિત તૈયાર થઈ ગયાં. તે રાજદૂતનો વેશ ધારણ કર્યો અને આકાશમાર્ગે વરુણની નગરીમાં પ્રવેશ કર્યો. નગરમાં યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલતી તેણે જોઈ. એક એક સ્ત્રીપુરુષને તેણે સૈનિકના જુસ્સામાં જોયાં. એક પછી એક રાજમાર્ગ વટાવતો, તે વણના રાજમહાલય આગળ આવી પહોંચ્યો, પણ ત્યાં તો એક કીડીને પ્રવેશવાનો પણ માર્ગ ન હતો. મહાલયનું વિશાળ પટાંગણ સૈનિકોથી ભરાઈ ગયું હતું. મહાલયને કારે યમદૂત જેવા સૈનિકો શસ્ત્રસજ્જ બનીને પહેરો ભરી રહ્યા હતા. મહાલયની અટારીમાં વણના પુત્રો પુંડરીક અને રાજીવ જુસ્સાભરી વાણીમાં સૈનિકોને પ્રોત્સાહિત બનાવી રહ્યા હતા.
“વહાલા નરવીરો! આજે આપણી સ્વતંત્રતાને ભરખી જવા માટે રાક્ષસો આપણા દ્વાર ખખડાવતા ઊભા છે. આજે આપણી મરદાનગી કસોટી પર છે, પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે ધર્મ આપણા પક્ષે છે. અન્યાયી રાવણ પ્રદેશલાલસાથી અને સત્તાલોલુપતાથી આપણા પર ચડી આવ્યો છે, પરંતુ જેવા હાલ-બેહાલ તમે ખર-દૂષણના કર્યા, તેવા જ હાલ બેહાલ રાવણના કરીને જંપવાનું છે. એ અધમ રાક્ષસને બતાવી આપો કે વરણપુરીના એક એક નાગરિક પોતાના સ્વાતંત્ર્યને ઝંખે છે... વરુણરાજને ચાહે છે.'
For Private And Personal Use Only