________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય પાછો વળે છે
૨૨૫
‘બીજું કોઈ દુ:ખ નથી. દુઃખ છે એક વાતનું કે સાસુએ ચઢાવેલું કલંક ક્યારે ઊતરશે? જ્યાં સુધી કલંકમુક્ત ન બનાય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન ક્યાંથી રહે?
‘હવે એ ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાની ગુરુ મહારાજે કહ્યું છે, તે તું ભૂલી ગઈ? દુઃખના દિવસો હવે ઝાઝા નથી અને જ્યાં પવનંજય પાછા નગરમાં આવ્યા નથી કે કલંક ધોવાયું નથી.’
તારી વાત સાચી છે, મને લાગે છે કે એ પાછા આવી ગયા હશે.’ તો તો કેતુમતીનું આવી બન્યું!' વસંતતિલકાએ ભાવિ જોયું.
‘પણ...’
‘પણ શું...?’
એમની... સ્થિતિ કેવી થશે? એ આપણને શોધવા...' અંજનાની આંખો દૂર દૂર ક્ષિતિજ પર મંડાઈ. લાલચોળ સૂરજ ડૂબી ગયો.
અંજનાને પોતાના નામથી અંકિત વીંટી આપી પવનંજય પ્રશ્નતિની સાથે માનસરોવરના તટે શિબિરમાં આવી પહોંચ્યો. પ્રભાત થઈ ગયું હતું. સૈન્યને પ્રયાણનો આદેશ કર્યો. આકાશમાર્ગે સૈન્ય સાથે પવનંજય લંકાના પાદરે ઊતરી પડ્યો.
સૈન્યને ત્યાં જ છાવણી નાંખવાનું કહી, પવનંજય પ્રહસિતને લઈ લંકાપતિની સભામાં પહોંચ્યો. લંકાપતિને પ્રણામ કરી, ઊભો રહ્યો. રાવણ પવનંજયને ભેટી પડ્યો અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડ્યો.
‘પવનંજય, તેં જાણ્યું હશે કે પાતાલલંકામાં વરુણે દુષ્ટતાની હદ કરી છે. આપણા પરાક્રમી સેનાપતિઓ ખર અને દૂષણને તેણે પકડીને કારાગૃહમાં નાંખ્યા છે...'
‘હા જી, દૂત દ્વારા વરુણ સાથેના યુદ્ધના સમાચાર મળ્યા હતા...'
હવે આપણે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના અહીંથી પ્રયાણ કરવું જોઈએ. હવે તો હું પોતે જ એ વર્ણ અને એના અભિમાની પુત્રોની ખબર લઈ નાંખીશ.'
રાવણે વણપુરી તરફ પવનંજયની સાથે વિરાટ સૈન્ય લઇને પ્રયાણ કર્યું. બીજી બાજુ પવનંજયે વિચાર્યું કે ‘જો રાવણ યુદ્ધમાં ઊતરશે તો માનવજાત પર કાળો કેર વર્તાઇ જશે. લોહીની નદીઓ વહેશે, માટે રાવણને તો યુદ્ધમાં
For Private And Personal Use Only