________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૫. પવનંજય પાછો વળો છે ? “અંજના, એક વાત પૂછું?' પૂછ.' ‘અહીં મામાને ઘેર આવ્યા પછી બધી વાતે સુખ છે. મામાં આપણી ચીવટથી સારસંભાળ રાખે છે. બધું જ છે, છતાં.'
શી ઊણપ છે?'
ઊણપ તો બીજી કોઈ નથી, પરંતુ તારું મન હજુ પ્રફુલ્લિત નથી દેખાતું. તું હસે છે છતાં તારી આંખોમાં ઊંડી વેદના વંચાય છે.'
વસંતતિલકાએ એક દિવસ અંજનાને પૂછયું. મામાને ઘેર આવ્યા પછી જ કે અંજનાનું દુઃખ ઘણું ઓછું થઈ ગયું હતું. મામાની પુત્રીઓ સાથે અને પરિવાર સાથે અંજનાનું હૈયું હળીમળી ગયું હતું. તેમાં ય નાનકડાં હનુમાન તો અંજનાના વિષાદને ચીરી જ નાંખતો હતો. છતાંય જ્યારે અંજના એકલી પડતી ત્યારે તે ઊંડી ચિંતામાં ગરકાવ થઈ જતી, ક્યારેક તેની આંખમાં આંસુભીની પણ થઈ જતી. અચાનક ત્યાં વસંતતિલકા જઈ પહોંચતી અને અંજનાની. વ્યથાને જોઈ જતી. અલબત્ત, અંજના પોતાની વ્યથાને છુપાવવા પ્રયત્ન કરતી, પરંતુ નિત્ય સહવાસી વસંતતિલકાથી કંઈ છૂપું રહી શકે શાનું? એટલે એક દિવસે અંજનાની પાસે કોઈ ન હતું, હનુમાનને મામ લઈ ગઈ હતી અને અંજના એકલી બેઠી હતી ત્યારે વસંતતિલકાએ અંજનાને પૂછ્યું. અંજનાએ હસીને કહ્યું :
વસતા, હવે વેદના શાની? અહીં શાનું દુઃખ છે?' તે મને ન પૂછ, તું જ કહે.'
મને કહેવામાં આટલો સંકોચ ?' “સંકોચ નહિ, પરંતુ, નાહક ભુલાયેલા દુઃખને યાદ કરી, તને પણ દુઃખી શા માટે કરવી? માટે કહેવામાં સંકોચ થાય છે, બાકી મારી પ્રાણપ્રિય સખીથી મારે કંઈ જ છુપાવવાનું નથી.'
‘ત્યારે, અંજના.. સાંભળ, હું તો તારા દુઃખે દુઃખી અને તારા સુખે સુખી. તારું મન વિષાદમાં હોય ત્યારે મારું મન પ્રસન્ન ન જ રહી શકે.”
For Private And Personal Use Only