________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
જૈન રામાયણ ‘મારા પુત્રને કંઈ વાગ્યું તો...” ડૂસકાં ખાતી અંજના પુત્રને જુએ છે. “અરે, તારા પુત્રને વાગ્યું નથી પણ તારા પુત્રે તો વગાડ્યું છે!” મામાએ પત્રનાં પરાક્રમ કહ્યાં. અંજના હર્ષથી પુલકિત બની ગઈ. વિમાન હનુપુરનગરે આવી પહોંચ્યું. પરિજનોએ મંત્રીવર્ગ અને રાજાનું સ્વાગત કર્યું. સહુ અંજનાને અને વસંતતિલકાને જોઈ રહ્યાં. રાજાએ એ બંનેની ઓળખ આપી. સહુને આનંદ થયો.
ત્યાં તો અંતઃપુરમાંથી મહારાણી આવ્યાં. માનસવેગે અંજનાની ઓળખ કરાવી અને પુત્રનો જન્મ-મહોત્સવ ઊજવવાની તૈયારીઓ કરવા માંડી.
બીજી બાજુ અંતઃપુરમાં અંજના અને અંજનાના પુત્રનાં ઘણાં માન થવા લાગ્યાં. અંજનાએ અને વસંતતિલકાએ અંતઃપુરનો પ્રેમ સંપાદન કરી લીધો. પુત્ર તો અંજનાના હાથમાં જ આવતો નથી, જે જુએ છે તે તેડે છે અને રમાડે છે!
આખા નગરમાં અંજનાના પુત્રજન્મનો મહોત્સવ ઉજવાયો. એમ કરતાં પુત્રનું નામ પાડવાનો દિવસ આવી ગયો. મામા અંજનાની પાસે આવ્યા.
અંજના, પુત્રનું નામ શું પાડીશું?' માનસવેગે પૂછયું. આપે શોધી કાઢ્યું હશે ને?' મેં શોધી કાઢયું છે!' વસંતતિલકાએ વચ્ચે જવાબ આપ્યો. ‘તું કહે, કયું નામ પસંદ કર્યું છે?' માનસવેગે કહ્યું. કહું?' વસંતતિલકાએ અંજના તરફ જોયું. કહે,' અંજનાએ હસીને કહ્યું. નયનાનંદ!” નામ તો સારું શોધી કાઢ્યું હતું કે!' મામાએ કહ્યું, તો પછી? ‘પણ મારો વિચાર જરા જુદો છે!' મામા બોલ્યા, ‘શું?' અંજનાએ પૂછ્યું.
આ બાળ ચરમ શરીરી છે, તે વહેલા મોડો પણ સંસારનો ત્યાગ કરી ચારિત્રમય બનશે. એ વખતે અમને તે ભૂલી ન જાય.. માટે એનું નામ એવું પાડવું કે આ નગર એને કદી ન ભુલાય!” ‘વિચાર સુંદર છે!” અંજના બોલી.
For Private And Personal Use Only