________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
જૈન રામાયણ “ચાલો, હું પણ તૈયાર જ છું, પરંતુ આપણે થોડીક વાર રાહ જોવી પડશે. મેં દ્વારપાલને તપાસ કરવા મોકલ્યો છે કે “સાધ્વીજી મહારાજ ક્યાં ઊતર્યા છે.”
ત્યાં તો મહારાજા પણ તૈયાર થઈને આવી ગયા. થોડીક વારમાં દ્વારપાલ પણ આવી ગયો. મહારાજને પ્રણામ કરી તેણે કહ્યું :
મહારાજ! સાધ્વીજી મહારાજ વિશાળ પરિવાર સાથે ઉત્તર દિશામાં સુનંદસાર્થવાહની અશ્વશાળામાં બિરાજમાન છે.'
રથ તૈયાર હતા. એક રથમાં મહારાજા આરૂઢ થયા અને બીજા રથમાં લહમીવતી, કનકોદરી અને સુલેખા બેઠાં. રથ સુનંદસાર્થવાહના મહાલય તરફ દોડવા લાગ્યો.
કનકપુરમાં સુનંદસાર્થવાહ મહાન ધનાઢચ ગણાતો, એટલું જ નહિ પરંતુ એની ઉદારતા, જનપ્રિયતા અને અતિથિસત્કાર પણ એકી અવાજે ગવાતાં. આર્યા જયશ્રી પરિવાર સાથે એ સુનંદસાર્થવાહની અશાળામાં મુકામ કરીને રહ્યાં હતાં. સુનંદે ખૂબ બહુમાનપૂર્વક આર્યા જયશ્રીને મુકામની અનુજ્ઞા આપી હતી. સુનંદને ખબર મળી ગઈ હતી કે મહારાજા પરિવાર સાથે પોતાના ઘેર પધારે છે, એટલે મહારાજાનું સ્વાગત કરવા, તે તૈયાર થઈને જ ઊભો હતો. રથ સુનંદના મહાલયના આંગણે આવી ઊભો.
મહારાજાનો જય હો.' સુનંદે સોના-રૂપાનાં પુષ્પોથી મહારાજાનું સ્વાગત કર્યું. મહારાજાએ પણ સ્મિતપૂર્વક સુનંદાનો સત્કાર ઝીલ્યો. સુનંદ રાજપરિવારને લઈ, પોતાની વિશાળ અને ભવ્ય અશ્વશાળા તરફ ચાલ્યો.
અશ્વશાળામાંથી પ્રભાતના સ્વાધ્યાયનો મધુર ધ્વનિ ઉઠી રહ્યો હતો. પરિવાર સાથે સુનંદે અશ્વશાળામાં ‘નિસહિ..' કહીને પ્રવેશ કર્યો.
સામે જ અનેક આર્યાઓથી પરિવરેલાં આર્યા જયશ્રીને બિરાજેલાં જોયાં. સહુએ “મથએ વંદામિ' કહીને આર્યાને વંદન કર્યા.
આ જયશ્રીએ પણ “ધર્મલાભ' નો આશીર્વાદ ઉચ્ચાર્યો. સર્વેએ પુનઃ વંદના કરી યોગ્ય જગા લીધી. ‘આપના પુણ્યદેહે નિરામયતા વર્તે છે ને?' રાજા કનકરથે સુખશાતા પૂછી.
રાજન! દેવગુરુની કૃપાથી અમારી સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે અને એમાંય તમારા જેવા ધર્માનુરાગી રાજાના રાજ્યમાં અમને કોઈ વિપ્ન શાનું હોય?'
પૂજ્ય! આપે મારા કુળ પર મહાન ઉપકાર કર્યો છે. તેને અધોગતિના માર્ગે જતું અટકાવી ઊર્ધ્વગતિ તરફ દોર્યું છે.' કનકરથે કૃતજ્ઞભાવે કહ્યું.
For Private And Personal Use Only