________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
જૈન રામાયણ બંધનોમાં રહીશું ત્યાં સુધી પાપો થવાનાં જ, પાપ થવાનાં એટલે એના કટુ વિપાકો પણ સહન કરવા પડવાના જ.' અંજનાનું હૃદય સંસારસ્વરૂપને પિછાની રહ્યું.
બંને સખીઓ વૈરાગ્યરસમાં ઝૂલી રહી હતી ત્યાં સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. બંને સખીઓ ધ્રુજી ગઈ. ગુફાના દ્વાર તરફ દૃષ્ટિ કરી ત્યાં તો એક વિકરાળ સિંહ જોયો.
ધરતીમાં તિરાડ પડી જાય તે રીતે તે પોતાના પૂંછડાને પછાડતો હતો.
લોહીથી તેનું મોં ખરડાયેલું હતું. ગર્જનાથ દિશાઓને ગજાવી રહ્યો હતો. લોખંડના અંકુશ જેવા તીક્ષણ તેના નખ હતા. બંનેએ આંખો બંધ કરી દીધી. પૂર્ણ શ્રદ્ધાથી શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરવા લાગી. ત્યાં એક નવો ચમત્કાર સર્જાયો!
ગુફામાં એક વિકરાળ “અષ્ટાપદ' પ્રગટ થયો. અષ્ટાપદ એટલે સિંહનો દારુણ દુરમ! અષ્ટાપદ છલાંગ મારી, સિંહ પર ત્રાટક્યો. ક્ષણવારમાં તો સિંહના પ્રાણ ઊડી ગયા.
અષ્ટાપદ અંજના તરફ વળ્યો, અંજના તો આંખો બંધ કરીને નમસ્કાર મહામંત્રમાં લીન હતી. અષ્ટાપદ અંજનાની નજીક આવ્યો, ઊભાં રહ્યો. અના શરીરમાં પરિવર્તન થવા લાગ્યું. થોડીક ક્ષણમાં તો અષ્ટાપદના સ્થાને મનોહર આકૃતિવાળું એક દેવ ઉપસ્થિત થઈ ગયો. વળી થોડી ક્ષણો વીતી અને એક દિવ્ય દેહધારી દેવી ત્યાં પ્રગટ થઈ.
દેવ અને દેવીએ અંજનાને ધ્યાનમાંથી જગાડી. બે હાથ જોડી પ્રણામ કર્યા. અંજનાએ પણ પ્રણામ કર્યા. “આપ કોણ છો અને શા માટે આવ્યાં છો?” અંજનાએ પૂછયું.
મારું નામ મણિચૂલ. હું ગંધર્વ દેવ છું અને આ ગુફાનો સ્વામી છું.' દેવે પોતાની ઓળખ આપી.
મારા ઘેર આવેલી મહાસતી પર આપત્તિ જોઈ, મેં અષ્ટાપદનું રૂપ ધરીને સિંહને ખતમ કર્યો, પોતાને પ્રગટ થવાનું કારણ બતાવ્યું.
‘હવે તમે નિશ્ચિત રહો. આ ગુફામાં તમે સુખપૂર્વક રહો. હું તમારી રક્ષા કરીશ.'
પ્રાણને પણ હોડમાં મૂકીને કરેલા શીલનાં જતન, તેના ચરણે દેવો પણ નમે તેમાં નવાઈ શી? મણિચૂલ અવધિજ્ઞાની દેવ હતો. અંજનાના સતીત્વ પ્રત્યે
For Private And Personal Use Only