________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
જૈન રામાયણ ‘વસંતા, એમાં ન સમજાય એવું કંઈ નથી, ઘડીકમાં આપણે પુરયકરણી અને ઘડીકમાં પાપાચરણ નથી કરતાં? એમાં ય પ્રણયકરણીની ક્ષણો થોડી, પાપાચરણની ક્ષણો વધુ! એનું પરિણામ એ જ આવે કે સુખની ક્ષણો થોડી અને દુઃખનો કાળ લાંબો.' અંજનાએ વસંતતિલકાને સુખ-દુઃખનાં કારણો સમજાવ્યાં, ‘વળી, તું કેમ ભૂલી જાય છે? થોડાક સમય પહેલાં જ જ્ઞાની ગુરુ મહારાજે આપણા પૂર્વભવને સંભળાવ્યો, તે શું આપણા ચિત્તનું સમાધાન કરવા પૂરતો નથી?” અંજનાએ વસંતતિલકાની મૂંઝવણ ઉકેલી નાંખી.
હવે આપણે અહીં જ રહેવાનું છે, એટલે એ રીતે ગુફાને વ્યવસ્થિત કરી દેવી જઈએ.” વસંતતિલકાએ ગુફામાં દષ્ટિ ફેરવી, પરંતુ એને કંઈ વ્યવસ્થિત કરવા જેવું લાગ્યું જ નહિ. મણિચૂલ ગંધર્વ ગુફાને વ્યવસ્થિત કરીને જ ગયો હતો.
બીજું બધું જ વ્યવસ્થિત છે વસંતા, એક જ ખામી છે.' શું?' પરમાત્માના પૂજન માટે પ્રતિમાજી નથી.” “આછું. અહીં પ્રતિમાજી ક્યાંથી મળે?' વસંતાએ કહ્યું. જો ચીકણી માટી મળી જાય તો આપણે પ્રતિમાજી બનાવી લઈએ.'
હું તપાસ કરું.” વસંતતિલકા ગુફાની બહાર નીકળી, સરોવરના તટ પર ગઈ. તપાસ કરતાં કરતાં માટી મળી ગઈ... કાળજીપૂર્વક બહુમાનથી તે માટી લઈ, અંજ નાની પાસે આવી. અંજનાએ શિલ્પફળા હસ્તગત કરેલી હતી. માટીમાંથી તેણે સુંદર અને સુડોળ પ્રતિમાજીનું સર્જન કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનપૂર્વક પ્રતિમાજીને તેણે સુયોગ્ય સ્થાને સ્થાપિત કર્યા.
બસ! પછી તો વસંતતિલકા રોજ સરોવરમાંથી ખીલેલાં કમળો લઈ આવે છે અને બંને સખી ભાવપૂર્વક પરમાત્માનું પૂજન કરે છે.
દિવસો વીતતા જાય છે. અંજનાનો ગર્ભ વૃદ્ધિ પામતો જાય છે. એક દિવસ અંજનાએ પુત્રને જન્મ આપ્યો. વસંતતિલકાએ સૂતિકર્મ કર્યું. પુત્રને પોતાના ખોળામાં લઈ અંજનાસુંદરી રડી પડી. તેનું દિલ ભરાઈ આવ્યું. પુત્રની સામે જોઈ તેણે વિલાપ કરવા માંડ્યો.
‘મહાત્મા! આ જંગલમાં હું તારો જન્મ મહોત્સવ શી રીતે ક હું પુયરહિત અભાગી છું...' વસંતતિલકાની આંખો આંસુથી ઊભરાઈ ગઈ. તેનું મન કહી રહ્યું હતું : જો આ પુત્રનો જન્મ રાજમહેલમાં થયો હોત તો આજે આખું રાજ્ય હર્ષના અવાજથી ગાજી ઊડ્યું હોત. અંજનાનો ઉમંગ આકાશને આંબી ગયો
For Private And Personal Use Only