________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
જેન રામાયણ મધ્યરાત્રિ થઈ હતી. તે પોતાના ખંડમાંથી બહાર નીકળી, ધીમે પગલે તે લક્ષ્મીવતીના મહેલના દ્વારે આવી.
કોણ છે?” ચોકીદારે સુલેખાને ઊભી રાખી. “હું સુલેખા. ધીમા અવાજે સુલેખાએ ઉત્તર આપ્યો. “અત્યારે ક્યાં?'
મહાદેવીના મહેલમાં જવું છે.” નજીક આવેલા ચોકીદારને સુલેખાએ કહ્યું. ચોકીદાર સુલેખાને ઓળખતો હતો. લક્ષ્મીવતીની સાથે અવારનવાર સુલેખાને પ્રભુભકિતમાં તેણે જોઈ હતી અને કનકોદરીની એ સખી છે એ પણ એના ખ્યાલમાં હતું. તેણે સુલેખાને જવા દીધી,
સુલેખા સડસડાટ મહેલનાં પગથિયાં ચડી ગઈ. લક્ષ્મીવતીના શયનગૃહ પાસે પહોંચી અને દરવાજા પર ધીમા ટકોરા માર્યા.
શયનગૃહમાં લક્ષ્મીવતી જાગતી જ હતી. આજે તેને નિદ્રા આવતી ન હતી. કનકોદરીની સરળતા અને પાપના એકરારે લક્ષ્મીવતીનું ચિત્ત હરી લીધું હતું. સજ્જન આત્માઓની એ વિશેષતા છે! કોઈ છબસ્થ આત્મા ક્યારેક ભૂલ કરી બસ તો ગાંઠ ન વાળી રાખે, પરંતુ તે આત્મા ભૂલનો એકરાર, પ્રાયશ્ચિત્ત કરે, તે ગુણને જ સ્મૃતિમાં રાખે છે. લક્ષ્મીવતી કનકોદરીના દુષ્કૃત્યને યાદ નથી કરતી, પરંતુ કનકોદરીના ગુણને યાદ કરતી ઊંધતી નથી! દરવાજા પર ટકોરા પડતાં તેણે દ્વાર ખોલ્યાં :
કોણ?' હું સુલેખા.” અત્યારે ?' ‘હા...' સુલેખા અંદર દાખલ થઈ લક્ષ્મીવતીનો હાથ પકડી અંદર લઈ ગઈ અને લક્ષ્મીવતીનાં ચરણોમાં ફસડાઈ પડી. લક્ષ્મીવતીના પગ પર તેણે ચોધાર આંસુઓની વર્ષા કરી.
અરે, પણ છે શું? આટલી બધી વ્યથા શાની?” સુલેખાની પીઠ પર હાથ ફેરવતી લક્ષ્મીવતીએ કહ્યું. પરંતુ લમીવતીના શબ્દોએ તો સુલેખાના રુદન વધારી દીધું!
અરે, પણ અત્યારે કોઈ, સાંભળશે તો..” ‘ભલે સાંભળે, મને રડી લેવા દો માતા...' રડતી રડતી સુલેખા બોલી.
For Private And Personal Use Only