________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલનું પરિણામ
૨૦૭ સુલેખાની સાથે, સંધ્યાના સમયે, કનકોદરી પ્રતિમાને એક પુષ્પના કરંડિયામાં સંતાડી, નગર બહારના ઉદ્યાનમાં પહોંચી. કોઈને કોઈ ગંધ ન આવે એ ઢબે બંને ઉદ્યાનમાં પાછળના ભાગમાં પહોંચી ગઈ. સુલેખાને ત્યાં બેસાડી, કનકોદરી પાછળના રસ્તેથી બહાર નીકળી અને ઝડપથી થોડેક દૂર કે જ્યાં ગામો ઉકરડો હતો ત્યાં પહોંચી.
પગ વડે ઉકરડાની એક બાજુ ખાડો કરીને તેણે પ્રતિમાને તેમાં દાટી દીધી. દિલમાં ગભરાટ સાથે તેણે ચારેકોર નજર કરી ત્યાં જ તે ધ્રૂજી ઊઠી..
તેની પછવાડે જ તેણે એક સાધ્વીજી મહારાજને જયાં. તેમનું નામ જયશ્રી. સૌમ્ય મુખાકૃતિ. કરુણા-નીતરતાં નયનો. યોવન પર યોગિનીનાં વસ્ત્રો.
ભદ્ર! તેં આ શું કર્યું?' વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં સાધ્વીજીએ કંકોદરીને પૂછયું. કનકોદરી મન રહી, શું જવાબ આપે? તેનું અંગેઅંગ કંપી ઊઠ્યું.
‘પરમકૃપાળુ પરમાત્માની પ્રતિમાને તેં ઉકરડામાં દાટીને કેવું ભયાનક પાપ બાંધ્યું! તેનો જરા તું ખ્યાલ કર, આ જીવનમાં પણ આનાં માઠાં પરિણામ ભોગવવા પડશે, પરલોકમાં તો આનું જે પરિણામ આવશે તે સહ્યું નહિ જાય.'
કનકોદરી નું મુખ શરમથી નીચે ઢળી ગયું. અંગૂઠાથી તે ધરતીને ખોતરવા લાગી. તેની પાસે જવાબ ન હતો. તેની પાસે બોલવાની હામ કે શબ્દા ન હતાં. સાધ્વીજીના શબ્દોએ તેની મલિન વૃત્તિઓને ધોઈ નાંખી. તેનું હૃદય કોમળ બની ગયું. તેને પોતાની ભૂલ સમજાઈ. તરત જ તેણે ઉકરડામાં દાટેલી પ્રતિમાને લઈ લીધી અને કરંડિયામાં મૂકી તે પાછી વળી. સાધ્વીજી મહારાજને વંદના કરી, તે ઉદ્યાન તરફ વળી.
સુલેખા ભય અને ઉત્સુકતાથી કનકોદરીની પ્રતીક્ષા કરતી હતી. જ્યાં તેણે કનકાંદરીને આવતી જોઈ, તરત જ તે ઝડપથી તેની પાસે ગઈ.
કેમ, કામ સફળ?” સુલેખાએ પૂછ્યું, કનકોદરી મૌન રહી. એણે એક શબ્દ પણ બોલ્યા વગર, નગરનો રસ્તો લીધો. સુલેખાને કંઈ સમજાયું નહિ. અનેક શંકા-કુશંકાઓ કરતી, તે કનકોદરીની પૂંટ ચાલવા લાગી.
રાજમહેલમાં દીવાઓ પ્રગટી ચૂક્યા હતા. કનકોદરી પોતાના મહેલમાં ન જતાં સીધી જ લક્ષ્મીવતીના મહેલમાં પહોંચી. ત્યાં તો સહુ વિદ્વળ છે.
For Private And Personal Use Only