________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
જૈન રામાયણ કનકોદરીના મહેલે પહોંચી ગઈ. ઝરૂખામાં કનકોદરી રાહ જોતી બેઠી હતી. ઝડપથી સુલેખાને આવતી જોઈ કનકોદરી નાચી ઊઠી.
સુલેખાએ ઇશારાથી કનકોદરીને પોતાની પાછળ આવવા સૂચવ્યું. મહેલના એક એકાંત ભાગમાં બંને પહોંચી.
કામ સફળ!” સુલેખાએ આંખો નચાવતા કનકોદરી સામે જોયું.
મારી સખી જે કામ હાથમાં લે તે સફળ જ થાય!' કનકોદરીએ સુલેખાની પીઠ થાબડી. “અરે, હજુ તો કેવું નાટક ભજવાય છે, તે તું જ છે!” હવે શાનું નાટક?” “પહેલેથી નાટકની વાત કહી દઉં તો તો પછી મઝા ન આવે!” તો યે...” ના. નાટક કહેવાનું ન હોય, જોવાનું હોય!'
પછી શું થયું, પ્રભુ?” એકાગ્રપણે સાંભળી રહેલી અંજના અને વસંતતિલકાએ વચ્ચે પ્રશ્ન કર્યો.
સાંજ પડી. લક્ષ્મીવતી સંધ્યા સમયનું પૂજન કરવા માટે મંદિરમાં દાખલ થઈ. સિંહાસન પર નજર કરતાં જ પેટમાં મોટો ધ્રાસકો પડ્યો. તેણે ચારેકોર નજર કરી, પરંતુ પરમાત્માની પ્રતિમા દેખાઈ. હાંફળી-ફાંફળી તે મંદિરની બહાર આવી. તેણે બૂમ પાડી. ‘ચોરી... ચોરી’ સામેથી જ નીચી દૃષ્ટિએ અને ઠાવકા મોઢે સુલેખા આવી રહી હતી. લક્ષ્મીવતીની બૂમ સાંભળતાં જ તે દોડતી આવી. , “શું થયું દેવી?” મોં પર ભયની રેખાઓ ઉપસાવી સુલેખાએ પૂછયું.
પરમાત્માની પ્રતિમા જ કોઈ ઉપાડી ગયું છે...' લક્ષ્મીવતીના મુખ પર રોષ અને વેદના તરવરી આવ્યાં.
અરરર. કયા પાપીને આવી કુબુદ્ધિ સૂઝી! બીજુ કંઈ ન સૂઝયું તે ભગવાનની પ્રતિમા જ ઉપાડી ગયો?'...' સુલેખાએ પણ પોતાની બનાવટી વેદ વ્યક્ત કરી.
મહેલની દાસીઓ ભેગી થઈ ગઈ. ચોકીદારો દોડી આવ્યા. સહ ‘ચોરી કેવી રીતે થઈ ?' એના વિચારમાં અને પૂછપરછમાં પડી ગયા. કોઈને કોઈ ચોક્કસ સૂઝ પડતી નથી. લક્ષ્મીવતીનું ચિત્ત ખિન્ન બની ગયું. જ્યાં સુધી પ્રભુની પ્રતિમા ન મળે ત્યાં સુધી અન્નપાણીનો તેણે ત્યાગ કર્યો. મંદિરમાં જઈને પરમાત્માના ધ્યાનમાં તે બેસી ગઈ.
For Private And Personal Use Only