________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૧૯૯ “મારે એનું મુખ પણ જોવું નથી, એ પાપમુખીને હમણાં ને હમણાં અહીંથી કાઢી મૂક અને સેનાપતિને અહીં બોલાવ.” ‘પણ મહારાજા જરા...'
જરા ય નહિ મહામંત્રી, હવે તમે એનો ખોટો બચાવ ન કરો. હું તમારી વાત માનવા જરા ય તૈયાર નથી...' મહેન્દ્રનો ચહેરો રોષથી લાલચોળ બની ગયો.
દ્વારપાળનું હૃદય ધબકી ઊઠ્યું. ભૂખી અને તરસી અંજનાને કાઢી મૂકવાનું પાપકાર્ય કરવા જતાં, તેના અંગેઅંગ ધ્રુજી ઊઠ્યાં. છતાં રાજાની આજ્ઞા એટલે આજ્ઞા! અંજના ક્યાં જશે? એ કોના શરણે જશે? એકલી અટુલી કેવી દુ:ખી દુઃખી બની જશે? દ્વારપાલની આંખમાં આંસુ ઊભરાયાં. તે ધીમે પગલે દરવાજા આગળ આવ્યો. વસંતતિલકા ક્યારની ય રાહ જોઈ રહી હતી. દ્વારપાલને ધીમે પગલે અને આંખો લૂછતો આવતો જોઈ તેને ફાળ પડી. ત્યાં તો દ્વારપાલ આવીને ઊભો રહ્યો, બે હાથ જોડી અંજનાને તેણે પ્રણામ કર્યા. તે મૌન ઊભો રહ્યો. ‘કેમ, મહારાજાએ શું કહ્યું?' વસંતતિલકાએ પૂછયું. દ્વારપાલ શો જવાબ આપે? તે મૌન રહ્યો.
માન કેમ રહે છે? જરા ય ચિંતા રાખ્યા વિના જે વાત હોય તે કહી દે.' અંજનાએ કહ્યું. “મહારાજાએ આજ્ઞા કરી છે કે આપે અહીંથી સત્વરે...' ચાલ્યા જવું, એમને?” અંજનાએ દ્વારપાલને ખચકાતો જોઈ વાક્ય પૂર્ણ કર્યું.
હા... દેવી..' દ્વારપાલ ડૂસકું ખાઈને રડી પડયો. બે હાથથી તેણે પોતાનું મોં છુપાવી દીધું.
અંજનાએ વસંતતિલકાનો હાથ પકડી લીધો અને ચાલવા માંડ્યું. સૂર્ય શરમાઈ ગયો. વાદળની ઓથે છુપાઈ ગયો. આકાશ ધૂંધળું થઈ ગયું. કેવો એ કમભાગી દિવસ! કયો સહૃદયી નગરજન એ દિવસે નહિ પડ્યો હોય? કયા ભાવુક આત્માને એ દિવસે દુષ્ટ પ્રારબ્ધ પર ફિટકાર નહિ છૂટ્યો હોય? કયા સાધુપુરુષે એ દિવસે સંસારની અસારતાનું દર્શન નહિ કર્યું હોય?
લથડતા પગલે અંજનાએ મહેન્દ્રપુરીના રાજમાર્ગો વટાવ્યા અને જંગલની વાટ પકડી. નથી તેણે ખાધું, નથી પીધું. તેનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાંથી આંસુનાં પૂર વહેવા માંડ્યાં. તે મોટા સ્વરે રડી પડી અને એક શિલા પર બેસી ગઈ.
For Private And Personal Use Only