________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
જૈન રામાયણ એણે ખોટી રીતે અંજનાને કલંકિત કરી હોય, તેમ ન બની શકે? માટે મારી તો નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અંજનાને અહીં છૂપી રીતે રાખીને તેનું પાલન કરવું જોઈએ. કારણ કે એ આપની કન્યા છે.' યુવરાજ મૌન થઈ ગયો. પરંતુ રાજા મહેન્દ્રના ચિત્તને શાન્તિ ન વળી.
મહામંત્રી! સાસુઓ તો બધે આવી જ હોય છે, પરંતુ પુત્રવધૂઓનું આવું ચરિત્ર ક્યાંય સાંભળ્યું નથી. વળી આ ગર્ભ પવનંજયનો ન જ હોઈ શકે કારણ કે આપણે સાંભળ્યું છે, કે બાવીસ વર્ષથી એકધારો પવનંજયને અંજના પર દ્વેષ છે. માટે કેતુમતીએ જે શિક્ષા કરી છે તે યોગ્ય જ કરી છે.'
મહેન્દ્રના હૃદયમાં સદાચારનું મૂલ્ય કેટલું બધું ઊંચું અંકાયેલું હશે? સદાચારનું પક્ષપાતી હૃદય પોતાની પુત્રી પ્રત્યે પણ મચક આપતું નથી. અલબત્ત, અંજના દોષિત નથી, છતાં એના પર જે આરોપ આવી પડ્યો છે, એ સાંભળીને મહેન્દ્ર ધ્રુજી ઊઠે છે અને પુત્રીને પણ નહિ સંઘરવાનો નિર્ણય કરે છે.
પર મહેન્દ્રનું આ એકાંગીપણું છે. સદાચારનો તીવ્ર પક્ષપાત જરૂરી છે, પરંતુ તે પોતાના માટે જ હોવો જોઈએ.
બીજાના પ્રત્યે એવો સદાચારનો તીવ્ર પક્ષપાત ન હોવો જોઈએ, કે જેનાથી સામી વ્યક્તિને અન્યાય થઈ જાય, સામી વ્યક્તિનું જીવન હોડમાં મુકાઈ જાય. સંપૂર્ણ તપાસ કર્યા વગર, કોઈના કહેવા પરથી કે પોતાના મનમાન્યાં અનુમાનો કરીને બીજાના આત્માની હલકાઈ કરવી ન્યાયસર નથી. એવી રીતે કોઈના કહેવા પરથી, ઊડતી વાતો સાંભળીને, મનમાન્યાં અનુમાનો કરીને બીજાના આત્માને જે બદનામ કરે છે, તે જીવો એવાં કઠોર પાપકર્મો બાંધે છે કે જેના વિપાકો ભવાંતરમાં આંખમાંથી લોહીનાં આંસુ પડાવે તેવા આવે છે.
છે કે અહીં અંજનાનું જ દુષ્ટ પ્રારબ્ધ મહેન્દ્રને સાચી સૂઝ પ્રાપ્ત થવા દેતું નથી; પરંતુ એટલા માત્રથી મહેન્દ્રનો નિર્ણય નિર્દોષ ઠરતો નથી. કર્મોની સજામાંથી મુક્ત થઈ શકતો નથી.
મહારાજા! અંજનાના લોહીમાં આપના સુસંસ્કારો રેડાયેલા છે. વર્ષો સુધી એણે આપના ઘરમાં રહીને શીલ અને સદાચારની ઉચ્ચ કેળવણી લીધેલી છે. આપણે વર્ષો સુધી આપણી આંખ સામે એને જોઈ છે. એક નાનકડો ય કાળો ડાઘ એમાં જોવા નથી મળ્યો. અંજના પવિત્ર છે. સુશીલ છે.” મહામંત્રીએ ગંભીર બનીને ઊંચા અવાજે પોતાને લાગતી સાચી વાત રજૂ કરી. પરંતુ રાજા મહેન્દ્ર પર એ વાતની જરાય અસર ન થઈ. તે પોતાના વિચારોમાં દૃઢ રહ્યો. તરત જ દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી :
For Private And Personal Use Only