________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
જૈન રામાયણ તુમ ભક્તિના પુણ્ય પ્રભાવે પ્રગટો કેવળજ્ઞાન... કૃપાનિધિ દર્શન આપો.. દુઃખો કાપ... શરણે હું ભગવાન... કૃપાનિધિ.. સહુનું કરો કલ્યાણ. કૃપાનિધિ...
સ્તવના પૂર્ણ કરી... આંખો બંધ કરી, પરમાત્માની અચિંત્ય કૃપાની વર્ષોમાં સ્નાન કરી, બંને સખીઓ પાછલા પગે મંદિરની બહાર નીકળી ગઈ. મંદિરની આસપાસ નજર કરતાં એક પર્ણકુટિર દેખાઈ. બંને પર્ણકુટિરની પાસે ગઈ. અંદર કોઈ હતું નહિ. તેમજ કોઈ રહેતું હોય તેમ પણ ન લાગ્યું. બંનેએ પર્ણકુટિરમાં જ રાત વિતાવવાનું વિચાર્યું. વસંતતિલકા આજુબાજુ તપાસ કરીને વૃક્ષનાં પાનનો એક ટોપલો ભરી લાવી, એની પથારી કરી, અંજનાને તેમાં સુવાડી, પોતે બાજુમાં સૂઈ ગઈ.
અંજનાને નિદ્રા આવતી નથી. ક્યાંથી આવે ? પોતાની આશાઓ અને કામનાઓને નિષ્ફર સંસાર દ્વારા કચડાતી જોઈને એ રડી રહી હતી. એનું સજીવ કોમળ હૃદય ફાટીને ટુકડે-ટુકડા થઈ જતું હતું. હદયના ટુકડાને પરમાત્મા ઋષભદેવનાં સ્મરણ દ્વારા સાંધવા તે પ્રયત્ન કરતી હતી... પરંતુ હાય, દુર્ભાગ્ય અને ક્રૂર કાળનો સામનો કરવા તે નિષ્ફળ નીવડી.
સવારે પોતે પિતાના દ્વારે જશે, ત્યારે લજ્જાથી પોતાની સ્થિતિ કેવી બની જશે? માતા, ભાઈ બધાં પોતાને સહાનુભૂતિથી આવકારશે? એના ચિત્તમાં સંશય પેદા થયો, અને તે અકળાઈ ઊઠી. પુનઃ ભગવંતના નામસ્મરણમાં ચિત્તને પરોવી દેવા તેણે પ્રયત્ન કર્યો.
છેલ્લા પ્રહરમાં તેને કંઈક નિદ્રા આવી. પ્રભાતે તે જાગી અને તેણે વસંતતિલકાને જગાડી. બંને ધીમે પગલે પર્ણકુટિરમાંથી બહાર આવ્યાં. ભગવંત ઋષભદેવનાં દર્શન કરી, નગરના દરવાજે આવી ઊભાં રહ્યાં. મહેન્દ્રપુરીને જોતાં અંજનાનું ચિત્ત પોulના શૈશવકાળ તરફ વળ્યું. ભૂતકાળનો એ સ્મૃતિલોક તેના હૃદયમાં કોઈ અનેરા ભાવો જગાવી ગયો, પરંતુ આજે એ સ્મૃતિલોકમાં દીર્ધકાળ વિચરી શકાય એમ જ ક્યાં હતું
રાજમહાલયના દ્વારે પ્રતિહારી ચોકી કરી રહ્યો હતો. અચાનક અંજનાને માત્ર એક સખીની સાથે ઉઘાડા પગે અને ખાલી હાથે આવીને ઊભેલી જોઈ, પ્રતિહારીનું ચિત્ત શંકાશીલ બની ગયું.
For Private And Personal Use Only