________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર મુનીન્દ્ર બને છે
૧૪૯
આ સ્થિતિનો અંત આવતો નથી, માટે આ જીવનમાં જો કોઈ મહાન પુરુષાર્થ કરવા જેવો હોય તો તે કર્મોનાં બંધનો તોડવા માટે કરવા જેવો છે.'
ઇન્દ્રનું વજ જેવું હૃદય ત્યારે કમળ જેવું કોમળ બની ગયું. પોતાના પૂર્વભવનું હૃદયદ્રાવક વર્ણન સાંભળીને ઇન્દ્રનો આત્મા કંપી ઊઠ્યો. બાહ્ય જગતમાંથી નીકળી, તે આત્માના આંતરપ્રદેશમાં પ્રવેશ્યો. મહામુનિના શબ્દોએ રાગદ્વેષની પ્રબળ ગ્રંથિઓને ભેદી નાખી. તેણે સારાયે જીવન દરમિયાન નહિ કરેલા ચિારો ત્યારે તેના મનમાં ઊઠવા લાગ્યા.
મહામુનિનાં ચરણોમાં વંદના કરી, અશ્રુભીની આંખે તે નગર તરફ વળ્યો. તેનું ચિત્ત પરસ્પર વિરોધી વિચારોમાં અટવાઈ ગયું. મુનિ ભગવંતની સચોટ દેશનાથી કર્તવ્યપરાયણ બનેલું ચિત્ત કહે છે :
‘ઇન્દ્ર! હવે આમાને કર્મોનાં બંધનોમાંથી મુક્ત કરવાનો સંગ્રામ ખેલી લે, એમાં જ તારું પરાક્રમ દાખવ.'
આદિકાર્લીન કુસંસ્કારોથી વાસિત બનેલું ચિત્ત કહે છે :
‘ઇન્દ્ર! શું તું સાધુ થવાના મનોરથો કરે છે? રાવણથી એક વાર તારો પરાજય થયો, એટલામાં હતાશ થઈ જાય છે? તારી કાયરતાને તું વૈરાગ્ય માની રહ્યો છે, અત્યારે તને સંસાર અસાર લાગે છે, પણ જ્યારે સિંહાસન પર આરૂઢ હતો ત્યારે સંસાર કેવાં લાગતો હતો?'
જિનેશ્વર ભગવંતના જ્ઞાનથી પ્રકાશિત થયેલું ચિત્ત કહે છે :
‘ઇન્દ્ર! રાવણે કરેલો તારો પરાજય એ તો દુષ્ટ કર્મોએ પોતાની દુષ્ટતાનો એક નમૂના તને બતાવ્યો છે. એટલાથી જ ડાહ્યો માણસ સાવચેત બની જાય. વળી, માની લે કે ફરીથી તેં રાવણ પર વિજય મેળવ્યો. તે વિજય શું કાયમી છે? એ વિજય પણ કર્મોની જ ભેટ છે! કર્મોએ અપાવેલો પરાજય જેમ ભયાનક છે તેમ કર્મોએ અપાવેલો વિજય પણ ભયંકર છે! માટે તો વાલીરાજાએ વિજય પણ ફગાવી દીધો હતો! રાવણનો પરાજય કરવો તે સરળ છે. કર્મોનો પરાજય કરવાં તે જ દુષ્કર છે. દુષ્કર કાર્ય સિદ્ધ કરનાર મહાન પરાક્રમી ગણાય છે.
ઇન્દ્રના ચિત્તમાં સાત્ત્વિક વિચારોનો વિજય થયો. તેણે જ્ઞાનદૃષ્ટિથી સમસ્ત સંસારને માપી લીધો. જે સંસારને પોતાની મલિન વૃત્તિઓને પોપવાનું સાધન બનાવ્યું, તે સંસારને હવે પોતાની પવિત્ર વૃત્તિઓને પોષવાનું સાધન બનાવ્યું :
જે સંસારના વિષયોમાં તેણે નિત્યતાનો ખ્યાલ બાંધ્યો હતો, તેમાં અનિત્યતાનું
For Private And Personal Use Only