________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
જૈન રામાયણ પુત્રી અંજના યૌવનને આંગણે આવીને ઊભી હતી. રૂપ, ગુણ અને કળાના ત્રિવેણી સંગમસમી પુત્રી માટે યોગ્ય વરની તપાસ ચાલી રહી હતી. વિદ્યાધરોની દુનિયામાંથી રાજા મહેન્દ્રના કુશળ પુરુષો તપાસ કરી રહ્યા હતા. દિવસો વીતતા હતા, પરંતુ હજુ કોઈના પર રાજા-રાણીની પસંદગી ઊતરતી ન હતી અને તેથી બંને રાજા-રાણી ચિંતાના ભાર નીચે દબાયેલાં રહેતાં હતાં.
રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો, રાજદંપતી નિદ્રાધીન થયાં.
સવારે ઊઠીને રાજાએ તરત જ મહામંત્રીને બોલાવ્યા. મહામંત્રી પ્રાભાવિક કાર્યોમાં પરોવાયેલા હતા, પરંતુ રાજાની આજ્ઞા આવતાં, વિના વિલંબ તૈયાર થઈને રાજમહાલયે પહોંચી ગયા.
રાજા મંત્રાલયના દ્વારે જ મહામંત્રીની રાહ જોતા ઊભા હતાં. મંત્રીને આવતા જઈ, રાજા સામે જઈ, મંત્રીનો હાથ પકડી, મંત્રણાલયમાં લઈ ગયા. આજે દેવીને એક સરસ વિચાર સૂક્યો છે, તે તમને કહેવા, અત્યારના પ્રહારમાં બોલાવ્યા!” રાજાએ વાતનો પ્રારંભ કયાં.
આપ મારા નાથ છો. આપ જ્યારે યાદ કરો ત્યારે સંવક સેવામાં હાજર જ છે.”
અંજના માટે વરની તપાસ કરવા માટે આપણા જે જે પુરુષો જાય છે, તેમને એવી આજ્ઞા કરો કે તેમની પસંદગી જે કુમાર પર ઊતરે, તેનું ચિત્ર લેતા આવે અને એના અંગેની તમામ માહિતી એકત્ર કરી લાવે.”
હા જી, હમણાં જ આજ્ઞાનો અમલ કરું છું...' મહામંત્રીએ રાજાની વાતને વગર દલીલે વધાવી લેતાં કહ્યું.
“ના, ના, પણ આ વાત બરાબર તો લાગે છે ને?' કોઈ પણ દલીલ વગર, મંત્રીને વાત વધાવી લેતા જોઈ, રાજાએ પ્રશ્ન કર્યો.
વાત બરાબર છે મહારાજ, તેથી આપણને પસંદગી કરવામાં સરળતા અને ચોકસાઈ રહેશે.' રાજાને પ્રણામ કરી મહામંત્રી ઘેર આવ્યા. પોતાનાં બાકી રહેલાં પ્રભાતિક કાર્યોથી પરવારીને જે તે પુરુષોને બોલાવી, યોગ્ય સુચનો આપી, રવાના કર્યા.
થોડાક દિવસો વીત્યા.
એક વિચક્ષણ મંત્રી એક દિવસ હાજર થયો. તેણે રાજાની સમક્ષ એક ચિત્ર રજૂ કર્યું. રાજાએ ચિત્ર જોયું. રાણીએ ચિત્ર જોયું. જઈને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં.
For Private And Personal Use Only