________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. વરની પસંદગી
ચન્દ્રની ચાંદનીમાં રાજમહાલયના સંગેમરમર હસી રહ્યા હતા.
પ્રવેશદ્વાર આગળ બે સશસ્ત્ર સૈનિકો ચોકી કરી રહ્યા હતા. રાજમાર્ગો પર વિદ્યાધરોની અવરજવર નહિવત્ થઈ ગઈ હતી. મહેન્દ્રનગર સ્વર્ગલોકની મસ્તીમાં નિદ્રાધીન બન્યું હતું. પરંતુ રાજા મહેન્દ્રની ઊંઘ તો કેટલાય દિવસોથી અદશ્ય બની ગઈ હતી. પોતાના શયનાગારમાં, તે વિચારના અતિ ભાર નીચે દબાયેલા આમતેમ આંટા મારી રહ્યો હતો. સંગેમરમરના મહાલયો તેની આ ચિંતા ઓછી કરી શકતા ન હતા, તેનું અતુલ બાહુબળ તેની ચિંતાની આગ બુઝાવી શકતું ન હતું. અપાર વૈભવસંપત્તિ તેનું મનદુઃખ ટાળી શકતી ન હતી.
ઘડીકમાં તે પલંગમાં આળોટે છે, તો ઘડીકમાં આંટા મારે છે. ઘડીમાં તે ઝરૂખામાં જઈ આકાશ સામે મીટ માંડે છે, તો ઘડીકમાં ચમકતી આરસની ફરસ સામું તાકી રહે છે.
ત્યાં શયનાગારને વારે ટકોરા પડ્યા. વાર ઉઘાડો...' મધુર છતાં કંઈક વેદનામિશ્રિત સ્વર સંભળાયો. રાજાને સ્વર પરિચિત લાગ્યો. તરત જ તેણે દ્વાર ખોલ્યું. દ્વાર ખૂલતાં જ પટરાણી હૃદયસુંદરીએ મૌન રીતે પ્રવેશ કર્યો.
બે-પાંચ મિનિટ સુધી કોઈ બોલતું નથી. નથી બોલતો રાજા કે નથી બોલતી રાણી! પરંતુ રાણીથી ધીરજ રાખી શકાઈ નહિ.
સ્વામીનાથ, શું આજે કોઈ તપાસ કરીને આવ્યું ?' હા, તપાસ કરીને ક્યારે કોઈ નથી આવતું? પરંતુ...' પસંદગી ઊતરતી નથી. એમ ને?' “હા.' રાજાએ નિસાસો નાખ્યો. મને એક બીજો વિચાર આવે છે.” રાણીએ કહ્યું. શો?'
જે જે વિદ્યાધર રાજપુત્રોને જોવા માટે જાય, તેમને આજ્ઞા કરો કે તેઓ રાજપુત્રોનાં ચિત્રો સાથે લેતા આવે અને એના અંગેની તમામ માહિતી પણ લેતા આવે.”
એ વાત સાચી છે.” રાજાએ કંઈક વિચાર કરીને કહ્યું.
For Private And Personal Use Only