________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરની પસંદગી
૧૫૭ “મહારાજા, હવે જો આપશ્રી અનુજ્ઞા આપો તો આ પ્રકરણ અંગે હું કાંઈક કહું.”
હા, હા, જરૂર કહો મહામંત્રી!' ખોંખારો ખાઈને જરા ગળું સાફ કરી, ખેસને ખભા પર સરખો કરી, મહામંત્રીએ પોતાનું કથન શરૂ કર્યું.
મહારાજા! રાજકુમારી અંજના માટે યોગ્ય વરની પસંદગી કરવા માટે આપશ્રીએ ભારે જહેમત ઉઠાવી છે, એ માટે કે અંજના પરણીને જ્યાં જાય ત્યાં તે સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકે. આ લોક અને પરલોકમાં સુખી બનાવનારી કરણી કરી શકે. ભગવંત જિનેશ્વરદેવે બતાવેલું શ્રાવિકા જીવન જીવી શકે. એટલું જ નહિ, પરંતુ પોતાના પતિને, સાસુને, સસરાને, નણંદને, દિયરને નિર્મળ સ્નેહના ધોધથી નવરાવી નાખે! પતિ તરફથી એને વૈષયિક સુખોની પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ન આવે.
આ બધા માટે જેની સાથે આપણે અંજનાનાં લગ્ન કરીએ, એનું આયુષ્ય કેટલું છે, એ જાણી લેવું આવશ્યક હોય છે, અને તે આપણે જાણી લીધું. વિધુત્રભ કરતાં પવનંજય વધુ આયુષ્યવાળો છે, અને બીજી કોઈ વાતમાં વિદ્યુ—ભથી ઊતરતો નથી. માટે મને તો લાગે છે કે અંજના માટે પવનંજય જ યોગ્ય છે.' સભામાં મૌન છવાયું. થોડી ક્ષણો વીતી. રાજા બોલ્યા.
મહામંત્રીએ પવનંજયની પસંદગી કરી છે તે યોગ્ય જ કરી છે. મને લાગે છે કે અંજનાનું હિત ચાહતા કોઈને પણ આમાં વાંધા જેવું નહિ લાગે.'
પસંદગી યોગ્ય છે. પસંદગી યોગ્ય છે.” મહારાણી હૃદયસુંદરી બોલી ઊઠી. ‘નિર્ણય લેવાઈ ગયો. સહુ આનંદિત બન્યાં.
કેવો એ ભવ્ય ભૂતકાળ! કન્યાને પરણાવવા માટે માતા-પિતાની કેવી તકેદારી! કન્યાના ભાવિકાલીન હિતનો કેવો ઉદાત્ત વિચાર!
માતા-પિતા જ્યારે આટલાં ચિંતાતુર હોય ત્યારે કન્યાને પછી સ્વતંત્રપણે બીજો કોઈ વિચાર કરવાનો રહે ખરો?
ખરેખર, આ એક ગંભીરપણે વિચારવા જેવી હકીકત છે. સંતાનો સ્વતંત્ર મિજાજનાં બને છે શાથી? તેનો આપણે વિચાર નથી કરતા અને વિચાર કરીએ તો તેમાં કેવળ સંતાનની જ અયોગ્યતા જોઈએ છીએ! શું એમાં માતા-પિતા
For Private And Personal Use Only