________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખ પછી સુખ
૧૭૭ મિત્ર, આપણે આ નગર છોડીએ એ પૂર્વે તારે એક વાર અંજનાના ચિત્તને પ્રસન્ન કરવું જોઈએ.'
જ્યાં અંજનાનું નામ સાંભળ્યું ત્યાં પવનંજયનો ચહેરો ફરી ગયો. મુખ પરથી આનંદની, ઉલ્લાસની, ઉત્સાહની રેખાઓ ચાલી ગઈ અને રોષની, કંપની અને તિરસ્કારની રેખાઓ ઊપસી આવી.
તું એનું નામ મારી આગળ ન ઉચ્ચારીશ. હું એનું નામ પણ સાંભળવા તૈયાર નથી.”
એની આંખ સામે લગ્નપૂર્વેની એ કાળમીંઢી રાત ખડી થઈ. સખીઓ વચ્ચે બેઠેલી અંજના એની સામે તરવરવા લાગી. સખીઓએ પોતાની કરેલી નિંદા અને અંજનાએ ધારણ કરેલું મૌન... તે ધમધમી ઊઠ્યો. ‘હું એના માટે કંઈ જ સાંભળવા તૈયાર નથી. ભલે એનું...'
એમ ન બોલ. તારો સાથે એક ગુણિયલ આત્માને અન્યાય ન થાય. એક નિર્દોષ વ્યકિતનું જીવન બરબાદ ન થઈ જાય એ માટે વિચારવાની શું તારી ફરજ નથી?'
પવનંજય મૌન રહ્યો. પ્રહસિતને લાગ્યું કે પથ્થર પર પાણી છે. તેણે વાતને પડતી મૂકી યુદ્ધપ્રયાણ અંગેની તૈયારી કરવા માંડી.
આખા નગરમાં પવનંજયના યુદ્ધપ્રયાણની વાત પ્રસરી ગઈ. અંજનાના કાને પણ વાત પહોંચી. બાવીસ વર્ષથી, લગ્નના પ્રથમ દિવસથી જ પતિએ પોતાનો ત્યાગ કરતા હોવા છતાં પતિ પ્રત્યેનો અનુરાગ અંજનાએ ટકાવી રાખ્યો છે.
અંજનાએ કેટલી બધી સાવધાની રાખી હશે! પોતાના મન પર કેવો મજબૂત કાબુ રાખ્યો હશે! મહાન આત્માઓની આ એક ખૂબી હોય છે. જેના પર આપણે એક વાર પ્રેમ ધારણ કર્યો, તે વ્યકિત પછીથી આપણા પ્રત્યે પ્રેમવિહીન બને ત્યારે આપણે પણ એના પરનો પ્રેમ ટકાવી શકતા નથી. પછી ભલે લોકિક પ્રેમ હોય કે લોકોત્તર પ્રેમ હોય. જ્યારે મહાન પુરુષો પ્રેમને ટકાવી રાખે છે, એ સમજ પર કે “એનો મારા પ્રત્યેનો પ્રેમ તૂટી ગયો તેમાં એનો કોઈ દાપ નથી. પરંતુ મારે જ કોઈ કર્મ કારણ છે. મારું જ પાપકર્મ એની પાસે મારી પ્રત્યે તિરસ્કાર કરાવે છે!”
‘સામી વ્યક્તિ મારા પર પ્રેમ રાખે તો જ હું તેના પર પ્રેમ રાખું.” આ વૃત્તિ તો અધમ છે, સોદાગીર છે. અંજનાની વૃત્તિ ઉત્તમ કક્ષાની હતી. ભલે પતિ પોતાના પર પ્રેમ ના રાખે, પરંતુ એણે તો પતિ પરનો પ્રેમ અખંડિત રાખ્યો.
For Private And Personal Use Only