________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જૈન રામાયણ વિશ્વાસ મૂકી, સૈન્ય સાથે લંકા તરફ પ્રયાણ કરવાની અનુજ્ઞા આપી. પવનંજયે મસ્તક નમાવીને, પિતાજીની આજ્ઞા મસ્તકે ચઢાવી.
પવનંજય રાજસભામાંથી સીધો પોતાને આવાસે આવ્યો. પ્રહસિત પણ ક્યારનોય ત્યાં આવી પહોંચ્યો હતો. ઘણાં વર્ષે આજે પવનંજયના મુખ ઉપર આનંદની રેખાઓ ઊપસેલી જોઈ, પ્રહસિતે કહ્યું :
મિત્ર, આજે કંઈ ખૂબ આનંદમાં છે? ‘હા, પ્રહસિત આપણે હવે તૈયારી કરવાની છે.” શાની? યુદ્ધના પ્રયાણની.' તેં તો વળી નવી જ વાત કાઢી! હું તો વળી કંઈક જુદું જ સમજ્યો હતો..' પવનંજયે રાવણના દૂતનું આગમન, વરુણના હાથે થયેલા રાવણનો પરાજય, પુનઃ યુદ્ધ માટેની તૈયારી વગેરે બાબતોથી પ્રહસિતને વાકેફ કર્યો. પ્રહસિતના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. શું વિચારમાં પડી ગયો, પ્રહસિત?' કંઈ નહિ.'
ના, ના, તું કોઈ ગંભીર વિચારમાં પડી ગયો. શું તને મારા પરાક્રમ વિષે શંકા પડી?”
ના. મને તારા પરાક્રમમાં શ્રદ્ધા છે.” “તો પછી?”
વિચાર એ આવ્યો કે અહીંથી ગયા પછી પાછા ક્યારે વળાય, તે કંઈ નિશ્ચિત નહિ. યુદ્ધનાં કામોમાં વર્ષો જાય.'
ભલેને જાય, આપણને અહીં શું કામ છે?' ‘કામ તો મોટું છે અહીં, પણ તું મોટું માને તો.'
બાવીસ, બાવીસ વર્ષથી અંજના કેવું દુઃખમય જીવન જીવે છે એ વાત પ્રહસિતના અંતઃકરણને કોરી રહી છે. પવનંજયના અન્યાયભર્યા વલણને પ્રહસિત દુઃખી હયે જોઈ રહ્યો છે. એણે વિચાર્યું કે જો આ યુદ્ધમાં પવનંજય જાય તો વળી વર્ષો સુધી અંજનાના કપાળ દુ:ખ જ લખાય, એનું જીવન ઝુરીઝૂરીને જ પૂર્ણ થઈ જાય અને આ વિચારથી જ એના મુખ પર ગંભીરતા અને વેદનાની રેખાઓ અંકિત થઈ હતી. જો કે છેલ્લાં કેટલાંક વપોથી પ્રહસિત અંજનાની વાત પવનંજય સમક્ષ કદીય ઉચ્ચારી નથી, છતાં આજે એને લાગ્યું કે મારે પવનંજયને અંજનાની સ્મૃતિ કરાવવી જોઈએ; એટલે એણે કહ્યું.
For Private And Personal Use Only