________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરની પસંદગી
૧૫૫
‘મંત્રી! આ શું કોઈ કલાકારની કલ્પનામૂર્તિ છે કે સાચેસાચ કોઈ રાજકુમારનું જ આ ચિત્ર છું?' રાજાએ ચિત્ર તરફ દૃષ્ટિ રાખીને મંત્રીને પૂછ્યું. ‘મહારાજા! આ કોઇ કલાકારની કલ્પનામૂર્તિ નથી, પરંતુ આ જેનું ચિત્ર છે તે રાજકુમાર હાલ વિધમાન છે!'
બસ! રાજાના આનંદનો કોઇ પાર ન રહ્યો. અત્યાર સુધીમાં હજારો રાજકુમારોને જોયા, સાંભળ્યા, પરંતુ ચિત્ત પ્રસન્ન નહોતું થતું. આજે આ ચિત્ર જોઈને રાજા-રાણીનું ચિત્ત પ્રસન્ન થયું.
ચિત્ર રાજમહેલમાં ફરવા માંડ્યું. જે જુએ છે તે અંજનાને ધન્યવાદ આપે છે; જે જુએ છે તે ‘અપૂર્વ રૂપ’ કહીને હસી ઊઠે છે.
બીજો દિવસ ઊગ્યો, રાજસભા ભરાઈ. ત્યાં એક બીજો મંત્રી ચિત્ર લઈને હાજર થયાં. રાજાને પ્રણામ કરી તેણે ચિત્ર રાજાની સમક્ષ રજૂ કર્યું.
સુંદર વસ્ત્રથી આવરાયેલા ચિત્ર પરથી વસ્ત્ર દૂર કર્યું અને જ્યાં ચિત્ર જોયું ત્યાં રાજાની આંખો વિકસ્વર બની ગઈ! ચિત્રને જોઈ જ રહ્યો... જોઈ જ રહ્યો.' રાજાના મુખ પરની રેખાઓ જોઈ, સભાના પ્રત્યેક સભ્યને ચિત્ર જોવાની ભારે ઉત્કંઠા જાગી.
રાજાએ ચિત્ર રાણીને આપ્યું, રાણી પણ આ ચિત્ર જોઈને હર્ષથી પુલકિત બની ગઈ. કાલનું ચિત્ર પણ રાણી પાસે હતું, તરત જ તેણે એ ચિત્ર કાઢ્યું અને આજના ચિત્ર સાથે તેની સરખામણી કરવા લાગી, પણ કોઈ કોઈનાથી ઊતરતું હોય તો ને? બેમાંથી જે જુએ છે તે ગમે છે! રાણીની મૂંઝવણ વધી ગઈ! બેમાંથી કોના પર પસંદગી ઉતારવી? તેણે બંને ચિત્રો રાજાને આપ્યાં. રાજાની પણ એ જ સ્થિતિ થઇ! મહામંત્રી રાજા-રાણીની આ મૂંઝવણનો તાગ પામી ગયા. તેમણે આગલા દિવસે ચિત્ર લાવનાર મંત્રીને ઊભા કર્યા અને કહ્યું.
‘તમે ગઈ કાલે જેનું ચિત્ર લાવ્યા, તેના અંગેની જે કોઈ વિશેષ માહિતી તમારી પાસે હોય તે મહારાજાને કહો.'
મંત્રીએ કહ્યું : ‘મહારાજા! મેં જે ચિત્ર ગઈ કાલે આપને આપ્યું, તે રાજ કુમારનું તે નામ 'વિદ્યુત્પ્રભ' છે. વિદ્યાધરનાથ હિરણ્યાભનો પુત્ર છે. ‘સુમના’ રાણીની કુક્ષિને અજવાળનારો છે. એના ચિત્ર પરથી જ એના રૂપનો ખ્યાલ આવી શકે છે. અને આવૃત્તિ: થતિ ગુણાન્-આકૃતિ પરથી વ્યક્તિના ગુણો જાણી શકાય! રૂપ, કુળ, બળ, બુદ્ધિ અને ગુણ... વગેરે બધું જ ઉત્તમ કક્ષાનું છે. વિશેષ તો શું કહું? મંત્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું એટલે મહામંત્રીએ બીજું ચિત્ર લાવનાર મંત્રીને કહ્યું.
For Private And Personal Use Only