________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૬૫ મિકા બાલી : ‘વસંતતિલકા, તારી ય બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે. અમૃત થોડું હોય તો ય અમૃત તે અમૃતા અને ઝેરના મોટા માટલાં ભર્યા હોય તોય તે શું કરવાનાં?'
અંજનાને તો ૧ વસંતતિલકાનો પક્ષ લેવાય કે ન મિશ્રકાનો પક્ષ લેવાય! તેણે તો મૌન જ રહેવું પડે. નહિતર તો સખીઓ એની ખરેખરી મશ્કરી જ ઉડાવે! પરંતુ અંજનાનું મૌન પવનંજયના હૈયામાં જુદો જ વિચાર જન્માવી ગયું. પવનંજયે વિચાર્યું : આ બીજી સખી મારી સરખામણી ઝેર સાથે કરે છે, છતાં અંજના મૌન રહે છે, માટે જરૂર એના મનમાં વિદ્યુ—ભ વસેલો છે. જો એણે મને મનમાં વસાવેલો હોત તો સખીને બોલતી બંધ કરી દેત...' તેનો રોષ ભભૂકી ઊઠ્યો. કમરેથી ખડગ ખેંચી કાઢી તે ઘસ્યો. જેના દિલમાં વિદ્યુભ છે તે સખી અને સ્વામિની બંનેનાં માથાં ધડથી જુદાં કરી નાંખું,' એમ બોલતો તે અંધકારને ચીરતો આગળ વધ્યા, ત્યાં જ પ્રહસિતે હાથ પકડીને ઊભો રાખ્યો. “આ શું કરે છે?' મને રોક મા, મારા રોષની આગમાં આહુતિ આપીને જ હું જંપીશ.”
અરે, સ્ત્રી અપરાધી હોય તો પણ અવધ્ય છે, જ્યારે આ અંજના તો નિરપરાધી છે.”
અંજના નિરપરાધી છે? બોલ મા. નાહક મને વધુ રોષાયમાન ન કર.”
ખરેખર કહું છું મિત્ર, અંજના નિરપરાધી છે. સખીને બોલતી તેણે વારી નહિ તેમાં તેની લજ્જા જ કારણ છે, નહિ કે એના હૃદયમાં વિદ્યુપ્રભ છે માટે ”
પ્રહસિતે જરા સખત શબ્દોથી પવનંજયને દાબી દીધો. પરંતુ પવનંજયના હૃદયમાંથી અંજના પરનો રોષ જરા ય ઓછો ન થયો. જેટલા ઉમળકાથી, પ્રેમથી તે અંજનાના રૂપામૃતનું પાન કરવા આવ્યો હતો તેટલા જ વૈષથી તે ઘેર પાછો ફર્યો. મિત્રની સાથે તે આકાશમાર્ગે ત્યાંથી સીધો જ પોતાના આવાસે આવી ગયો.
આવાસસ્થાને આવ્યો પણ તેને ઊંઘ આવતી નથી. ક્યાંથી આવે? એક બાજુ અંજના સાથે પિતાજીએ પોતાનો વિવાહ કબૂલી લીધો છે, જ્યારે બીજી બાજુ અંજના પ્રત્યે એના દિલમાં ભયંકર તિરસ્કાર જાગી ગયો છે! શું કરવું? અનેક પ્રફારના વિચારોના આતશમાં એનું દિલ સળગી રહ્યું છે.
For Private And Personal Use Only