________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
જૈન રામાયણ
ભાન કર્યું. જે સંસારમાં શરણબુદ્ધિ હતી તેમાં નરી અશરણતા નિહાળી. જે સંસારનાં સગાંસંબંધીઓને માહ-પરવશ બની પોતાના માનતો હતો, તેમાં અન્યત્વપણાનો પારકાપણાનો ભાવ જાગ્રત કર્યો. પોતાની જાતને રાગનાં બંધનમાં જકડીને ‘હું તમારો છું...' એમ સંસારને જાતનું સમર્પણ કર્યું હતું. ત્યાં પેઠું નો પવિત્ર મંત્ર ગુંજતો કરી દીધો! જે જીવાત્માઓ પ્રત્યે દ્વેષનો અગ્નિ પ્રગટાવ્યો હતો, તેમના પ્રત્યે શુભ મૈત્રીભાવનું ઝરણું વહેતું કરી દીધું.
ઇન્દ્રે સંસારનો ત્યાગ કરવા દૃઢ સંકલ્પ કર્યો. પિતા સહસ્રારની અનુમતિ લેવા, તે સહસારના મહેલમાં પહોંચ્યો. પ્રભાતનાં કાર્યોથી પરવારી સહસ્ત્રાર શ્રી નવકાર મંત્રનું ધ્યાન ધરતા બેઠા હતા. ઇન્દ્રે જઈને પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. સહસ્રારે ઇન્દ્રના મસ્તકે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
પિતાજી! એક અનુમતિ લેવા માટે આવ્યો છું.' પિતાની સમક્ષ વિનયપૂર્વક બેસીને ઇન્દ્રે વાતનો આરંભ કર્યો.
‘શાની અનુમતિ, ભાઈ ?'
‘સંસારત્યાગની.’
‘હૈં?' સહસ્રારની આંખે અંધારાં આવ્યાં.
‘હવે સંસારમાં રહેવું મારા માટે વ્યર્થ છે.'
‘પરંતુ રાવણની ગુલામીમાં કાયમ માટે ન રહેવું પડે તેવો ઉપાય હું શોધી રહ્યો છું. જરા ધીરજ ધર.'
‘આપનો મારા પરનો સ્નેહ છે તેથી આપ મને સુખી કરવા આપનાથી શક્ય બધું જ કરોઁ. પરંતુ હવે તો સુખમય સંસાર પરથી પણ મારું મન ઊઠી ગયું છે. સંસારનું સ્વરૂપ મેં જાણી લીધું છે...'
સહસ્રારનો અતિવૃદ્ધ દેહ ઇન્દ્રની વાતથી ધ્રૂજી ઊઠ્યો. પુત્રવિરહનું દુ:ખ તેના માટે અસહ્ય હતું અને તેથી જ તે રાવણના દ્વારે જઈ પુત્રભિક્ષા માંગી લાવ્યો હતો, પરંતુ પુત્ર જ્યારે સંસારના ત્યાગના માર્ગે જવા તૈયાર થયો ત્યારે તે વાતનો ઇન્કાર કરવો, તે પણ સહસ્રાર માટે અશક્ય હતું :
‘પિતાજી! જ્ઞાની ગુરુદેવ નિર્વાણસંગમ મહામુનિએ આંતરચક્ષુઓ ઉઘાડી નાખ્યાં છે. મારા પૂર્વજન્મોનો કરુણ ઇતિહાસ કહીને મારી રાગાંધતાને, મારી સંસારરસિકતાને કચડી નાંખી છે. કદાચ આપ રાવણ પાસે મારી ગુલામી ૨૬ કરાવી દેશો, મને પુનઃ રાજસિંહાસન પર સ્થાપિત કરશો, તો પણ મારો અંતરાત્મા સંસારમાં નહિ રહે.'
For Private And Personal Use Only