________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાવિજય
૬૩
તે હું સહન કરીશ. સામનો કરવા કરતાં સહન કરવામાં વિશેષ બલવત્તા રહેલી છે.’
ગગનને આંગણે સંધ્યાએ રંગોળી પૂરી. આત્માના આંગણે વૈશ્રવણે સંયમની રંગોળી પૂરી.
એ જ યુદ્ધની ભૂમિ પર લંકાપતિ વૈશ્રવણે સાધુતાનો ભેખ ધારણ કર્યો. તેણે વિશ્વની સાથે જન્મજન્માંતરના ગુનાઓની ક્ષમાપના કરી દીધી. વિશ્વજંતુઓની સાથે મૈત્રીભાવને ધારણ કરી દીધો. અંતઃકરણની ભૂમિમાંથી ક્રોધ, અભિમાનની બીજરાશિને કાંચી નાંખી. ક્ષમા, મૃદુતા, સરળતા, નિર્લોભતાનાં બીજ વાવી દીધાં.
રાવણે વૈશ્રવણને જોયો, પણ ત્યારે વૈશ્રવણ રાજા નહોતો ‘મહારાજા' હતો. રાવણનો રોપ ઓગળી ગયો. અંગ પરથી શસ્ત્રો ઉતારી નાંખી, દશમુખ વૈશ્રવણનાં ચરણોમાં નમી પડ્યો. આંખોમાં આંસુ છલકાયાં. કંઠ રૂંધાયો. બે હાથ જોડી તેણે વૈશ્રવણને વીનવ્યો.
‘પરાક્રમી! તમારા નાનાભાઈના આ અપરાધને માફ કરો. તમે મારા મોટાભાઈ છો. લંકામાં નિર્ભયતાથી તમે રાજ્ય કરો. અમે બીજું ચાલ્યા જઈશું, કંઈ પૃથ્વી આટલી જ નથી, કૃપા કરો...'
દશમુખની કેવી ઉદાર અને ઉદાત્ત વિચારણા છે? દશમુખનો આ દંભ કે કપટ નથી. આત્મમંદિરમાં સુષુપ્ત શુભ ભાવો જંના જીવનમાં ઝબકીને જાગી જાય છે ત્યારે તે મહાન અસરકારક બની જાય છે અને આપણું હૈયું તેના ઉચ્ચ આત્મત્વને નમી પડે છે.
વૈશ્રવણના તાં આ અંતિમ ભવ છે. તત્ત્વનિષ્ઠા હવે વૈશ્રવણને કોઈ પ્રલોભનમાં ખેંચાઈ જવા દે નહિ, રાવણની ગદ્ગદ વિનંતી પણ વૈશ્રવણના ચિત્તને ચંચળ ન બનાવી શકી.
જો વૈશ્રવણનાં વૈરાગ્ય મોહગર્ભિત કે દુઃખગર્ભિત હોત તો રાવણના સ્નેહભીના આમંત્રણનો સ્વીકાર વૈશ્રવણ તરત જ કરી લેત. પરંતુ જ્ઞાનમૂલક વૈરાગ્ય હોવાથી પુનઃ રાગને માર્ગે ષ્ટિ નાંખવા માટે પણ તે તૈયાર ન હતો!
For Private And Personal Use Only