________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવિજયની યાત્રાએ
૮૫
છે. છતાં તું કહે : હું તને શું આપું! તું કંઇક મારી પાસે માગ.’ ધરણેન્દ્ર ખુબ પ્રસન્ન મુર્ખ રાવણના બરડે હાથ ફેરવતાં કહ્યું.
‘નાગેન્દ્ર! ત્રિલોકપતિની ગૃષ્ણસ્તુતિથી તમે પ્રસન્ન બનો, તે યોગ્ય જ છે! સ્વામીનો ભક્ત સ્વામીના ગુણમાં સાંભળીને હસે જ, નાચે જ! બાકી તો હું ધરણેન્દ્ર! પ્રસન્ન બનીને તમે મને વિભૂતિ આપવા ઉત્કંઠિત બન્યા છો તે, તમારી સ્વામીભક્તિનો ઉત્કર્ષ સૂચવે છે, જ્યારે હું જો એ લઉં તો, મારી સ્વામીભક્તિને હીણપત લાગે!'
રાવણની નિઃસ્પૃહતા પર ધરણેન્દ્ર તાજુબ બની ગયો.
‘દશમુખ ધન્ય છે તારી નિઃસ્પૃહતાને! હું તારા પર અધિક તુષ્ટ બન્યો છું. હું તારી નિઃસ્પૃહતાને નતમસ્તકે વારંવાર અનુમોદું છું!' કહીને ધરણેન્દ્ર રાવણને ‘અમોધ વિજયા’ નામની બહુરૂપકારિણી વિદ્યા આપી અને ત્યાંથી ચાલ્યો ગયો.
નિરાકાંક્ષભક્તિનો આદર્શ આપનાર દેશમુખનું કેવું ઉજ્વલ આત્મત્વ! પ્રભુભક્તિ એટલે બજારમાં સોદો કરવાની વસ્તુ નથી, એ વાત રાવણના અંતસ્તલમાં કેવી અંકિત થઈ ગઈ હશે? જગતની તમામ ભૌતિક વસ્તુઓનાં મૂલ્ય કરતાં પરમાત્માની ભક્તિનું મૂલ્યાંકન અને હૈયે કેવું ચઢિયાતું વસ્યું હશે? પરમાત્માની ભક્તિથી જગતની કાંઈ પણ સમૃદ્ધિ ખરીદવાનો નાનો શાં પણ ખ્યાલ એના મનમાં ન હતો, તે શું રાવણની ઉત્તમતા પુરવાર કરવા સમર્થ નથી?
અહીં રાવણને અમોવિદ્યા વરી ત્યારે બીજી બાજુ મહામુનિ વાલીને કૈવલ્યશ્રી વરી! મહામુનિને કેવળજ્ઞાન થાય અને દેવ-દાનવો બેસી રહે ? લાખો દેવ-દાનવો અષ્ટાપદ પર્વત પર ઊતરી આવ્યા. કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. કેવલજ્ઞાની મહામુનિવરે ત્યાં મધુર દેશના આપી અને ત્યાંથી કેવળજ્ઞાનીએ વિહાર કર્યો.
રાવણે ત્યાંથી પુષ્પક વિમાન ઉપાડયું. જોતજોતામાં નિત્યાલોકપુરમાં આવી પહોંચ્યો. વિવાહના મહોત્સવ મંડાયા. દશમુખ જેવો પરાક્રમી રાજા પોતાની પુત્રીનો ભર્તા બનતો હતો. રત્નાવલીના પિતાએ ભવ્ય દબદબાપૂર્વક રત્નાવલીનો દશમુખની સાથે વિવાહ કર્યો. વિવાહમહોત્સવ પતી જતાં રાવણે રત્નાવલીને લઇને લંકા તરફ પ્રયાણ કર્યું.
રાત્રીનો પ્રારંભ હતો.
લંકાના રાજમાર્ગો, રાજભવનો, મહાલયા અને નૃત્ય-શાળાઓ દેદીપ્યમાન દીપકોની રોશનીમાં ઝળહળી રહ્યાં હતાં ત્યારે લંકામાંથી કોઈ હાયના, નિરાશાનો
For Private And Personal Use Only