________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૧૦૫
બીજી બાજુ હું ફરતો ફરતો ગુરુદેવ ક્ષીરકદંબ ઉપાધ્યાયના આશ્રમમાં જઈ ચર્ચા. ત્યાં ગુરુદેવને સ્થાને તેમનાં પુત્ર પર્વત પ્રજ્ઞાવંત શિષ્યોને ઋગ્વેદની વાચના આપતો હતો. 'અખૈર્યવ્યમ્' આ વેદના વિધાનનો અર્થ તેણે શિષ્યોને સમજાવ્યો, ગળે એટલે લૈઃ મેપ = બકરાઓથી યજ્ઞ કરવો. મેષ નામના પશુ દ્વારા યજ્ઞ કરવો. આ સાંભળી હું ચોંક્યો. મેં પ્રેમથી કહ્યું :
‘ભાઈ! વેદ વાક્યનો અર્થ કરવામાં મને કંઈક ભૂલ લાગે છે.’
‘કઈ ભૂલ?' તેણે ગર્વથી પૂછ્યું.
ઞપ્ન: નો અર્થ મેપ નથી, પરંતુ આપણા ગુરુદેવે તો ત્રણ વર્ષ જૂના ધાન્યને, કે જે વાવવાથી ઊગે નહિ, તેને ‘અન’ કહેલું, તે તું કેમ ભૂલી ગયો?'
‘વાહ રે વાહ! ગુરુદેવ તો જેમ તમારા હતા તેમ મારા પણ હતા. ગુરુદેવે એવી વ્યાખ્યા કરી જ નહોતી. તેમણે તો ‘અજ’નો અર્થ ‘મેષ’ જ કરેલો. વળી કોશની અંદર પણ ‘અજ'નો અર્થ ‘મેષ' કરવામાં આવ્યો છે.’ પોતે કરેલા મિથ્યા પ્રતિપાદનને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતાં પર્વતે કહ્યું.
શબ્દોનો અર્થ બે રીતે થાય : (૧) મુખ્ય, (૨) ગૌણ. ગુરુદેવ ‘અજ’ શબ્દનો મુખ્યાર્થ નથી કહ્યો, પરંતુ ગૌણાર્થ કહેલો છે. મુખ્ય અર્થ ભલે ‘મેષ’ હોય, પરંતુ અહીં યજ્ઞ કરવામાં ‘અજ’ શબ્દનો ગૌણ અર્થ કરવામાં આવ્યો છે. અર્થાત્ ‘ત્રણ વર્ષનું જૂનું ધાન્ય' એ ‘અજ’ શબ્દનો ગૌણાર્થ છે.' મેં કહ્યું .
‘મારી વાત સાંભળી પર્વત છેડાઈ પડ્યો; અને આગ્રહવશ થઈને બોલ્યો : ‘બિલકુલ ખોટું. ગુરુદેવે ‘અજ’નો અર્થ ‘મેષ’ જ કરેલો છે.’
જ્યારે પર્વતને પોતાના મંતવ્યમાં અતિ આગ્રહવાળો જોયો ત્યારે મેં એને કહ્યું :
‘મિત્ર! ગુરુ હમેશાં ધર્મના જ ઉપદેશક હોય, યજ્ઞમાં બોકડાના વધનો ઉપદેશ ગુરુ ન આપે. જ્યારે ‘અજ'નો અર્થ ‘મેષ' કરવામાં તો અધર્મનો ઉપદેશ અપાય છે. વળી વેદશ્રુતિ ધર્મનું પ્રતિપાદન કરે, અધર્મ કરવાનું પ્રતિપાદન વેદશ્રુતિ ન કરે. તું જે અર્થ કરે છે તેથી તો શ્રુતિને પણ અન્યાય થાય છે અને આ રીતે મિથ્યા અર્થ કરવાથી તું પાપ બાંધી રહ્યો છે.’
અમારા બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો. આમ અમારા બંનેમાંથી કોઈ એક નિર્ણય પર આવે એમ ન લાગ્યું. ત્યાં તે જ બોલ્યો :
‘આપણામાંથી જેની વાત મિથ્યા ઠરે તેની જીભનો છેદ થાય. બોલો, છે કબૂલ ?’
For Private And Personal Use Only