________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
જૈન રામાયણ પ્રભવને જકડી લીધો. પ્રભવની વેદના હળવી થઈ. ધીમે ધીમે તેનું રુદન બંધ થયું. પ્રભવના શોકને હળવો કરી, તેના ચિત્તનું સ્વસ્થ બનાવી, સુમિત્ર રાજા પોતાના મહેલમાં પાછા આવી ગયા. પુનઃ તેમની મૈત્રીની કલકલ નાદ કરતી, સરિતા વહેવા લાગી. બન્નએ કુશળતાથી રાજ્યનું પાલન કરવા માંડ્યું. વર્ષો વીતવા લાગ્યાં. યૌવન વીત્યું. વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો. સુમિત્રનું ચિત્ત વૈરાગ્ય રંગે રંગાયું. તેણે સંસારનો ત્યાગ કર્યો.
ત્યાગ અને વૈરાગ્યના સુમેળથી તેણે અનુત્તર આત્મવિશુદ્ધિ કરી. વૈરાગ્ય વિના ત્યાગ સંસારવર્ધક બને છે. ત્યાગ વિનાનો વૈરાગ્ય ક્ષણજીવી બને છે. વૈરાગ્યને ટકાવવા, તીવ્ર બનાવવા ત્યાગની શરત અનિવાર્ય છે. ત્યાગ યથાર્થ ફળ નિપજાવવા વૈરાગ્યભાવના જાગ્રત રાખવી આવશ્યક છે. સુમિત્રનું મૃત્યુ થયું. મરીને તે ઈશાન દેવલોકન ઇન્દ્ર થયો. એકીટસે, એકાગ્રચિત્તે રાજ કુમાર મધુની મધુર વાત દશમુખ રાવણ સાંભળી રહ્યા હતા.
પછી એ દિવ્ય પર તમને શું કહ્યું?' રાવણે જિજ્ઞાસા વ્યક્ત કરી. “એ ઈશાનેન્દ્ર દીર્ઘ કાળ-પર્યત સુખમાં કાળ નિર્ગમન કર્યો. ત્યાંથી રવીને તે મથુરા નગરમાં રાજા હરિવહનનો પુત્ર થયો! તે હું!'
“ઓહો! આ તો એ દિવ્યપુરુષે તને તારો જ પૂર્વજીવનનો વૃત્તાંત કહ્યો! બહુ સરસ!' રાવણની આંખો હરખી ઊઠી. તેણે મધુની પીઠ પર હાથ થાબડડ્યો.
‘પણ તે દિવ્ય પુરુષ કોણ હતો? તે પણ તેણે કહ્યું હશે ને?' વાતનું પૂરેપૂરી જાણી લેવાની ઈન્તજારી રાવણે બતાવી.
હા ! પ્રભવ મરીને, સંસારમાં પર્યટન કરતાં કરતાં એક ભવમાં ઉગ્ર સાધના કરી, તે “ચમરેન્દ્ર બન્યો અને એ ચમરેન્દ્ર જ અવધિજ્ઞાનમાં પોતાના પૂર્વભવા જાયા. મારા પ્રત્યેના અનુરાગથી તે મથુરા આવ્યાં! અને આ વૃત્તાંત કહી, મૈત્રીના પ્રતીકરૂપે “શૂળ' શસ્ત્ર આપી ગયો! મધુએ વાત પૂરી કરી.
આ “શૂળ' શસ્ત્રની ખાસ શું વિશેષતા છે?' બાજુમાં બેઠેલા બિભીષણ પ્રશ્ન કર્યો.
આ શુળ” બે હજાર વ્યંજન સુધી દૂર જઈ. ધાર્યું કામ કરીને, પાછું આવે છે!” રાવણ રાજ કુમાર મધુ પર અતિ પ્રસન્ન થયો અને ત્યાં જ તેણે પોતાની પુત્રી મનોરમાનું મધુ સાથે લગ્ન કર્યું.
લંકાથી નીકળ્યાને અઢાર વર્ષ વીતી ગયાં હતાં.
For Private And Personal Use Only