________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૩૭ અરે બિભીષણ , તે આ શું કર્યું? તે આજે કુળની ઇજ્જત પર પાણી ફેરવી દીધું.”
“પણ મોટાભાઈ, ‘રહેવા દે તારું ડહાપણ . આપણા કુળમાં ઉત્પન્ન થયેલા કોઈએ પરસ્ત્રીને પોતાનું હૃદય સોંપ્યું નથી અને શત્રુઓને પીઠ બતાવી નથી. આજે તેં નવું કલંક ચઢાવ્યું. તેને આ શું સૂછ્યું કે આ પ્રમાણે તું બોલ્ય?'
બિભીષણ તો આભો જ બની ગયો. મનોમન તે વિચારે છે : “તો શું મોટાભાઈ મારી સામે જોઈને હસ્યા હતા, તેનું કોઈ બીજું પ્રયોજન હતું? હું સમજવામાં ભૂલ્યો? જરૂર, ખેર જે બનવાનું હતું તે બની ગયું...' રાવણ કંઈક શાંત પડ્યો એટલે બિભીષણે કહ્યું :
“મોટાભાઈ, ભૂલ થઈ ગઈ. ફરીથી આવી ભૂલ નહિ થાય. તમે પ્રસન્ન થાઓ. બાકી વિશુદ્ધ હૃદયના માણસો માટે બોલવા માત્રથી કલંક લાગી જતું નથી. ઉપરંભાને આવવા દો! આશાલી વિદ્યા આપવા દો! શત્રુને વશ થવા દો! પછી જોયું જશે!'
શું જોયું જશે?” “એ જ, આપ બુદ્ધિશાળી છો. સમજાવી પટાવીને તગેડી મૂકજો! “તું ય ખરો છે!' રાવણ હસી પડ્યો.
અહીં આપણને રાવણનું કેવું ઉચ્ચતમ વ્યક્તિત્વ જોવા મળે છે! બિભીષણે પરસ્ત્રી પ્રત્યે રાગથી નહિ, પરંતુ રાજદ્વારી રમતમાં પણ નમતું વલણ અપનાવ્યું, તો રાવણે તેને ઝાટકી કાઢયો. પરસ્ત્રીની ઇચ્છાને વશ થઈને વિજય મેળવવો રાવણને ગમતો ન હતો. બલકે રાવણ તેને ધિક્કારતો હતો.
બિભીષણની પણ કેવી કુશળતા! ક્રોધથી ધમધમતા રાવણને હસાવી દીધો! આનું નામ આવડત! ભયંકર પરિણામ લાવે તેવા પ્રસંગને પણ કુનેહથી સુંદર પરિણામવાળો બનાવી દીધો!
બંને ભાઈઓ વચ્ચે વાતો ચાલી રહી હતી ત્યાં તો નલકુબેરની પત્ની ઉપરંભા સોળ શણગાર સજીને રાવણની સન્મુખ આવી ઊભી રહી. રાવણના અંગને આલિંગન આપવા આતુર બનેલી, આ બેવફા રાણીએ રાવણની સામે આંખોના કટાક્ષ ફંકી કહ્યું :
લંકાપતિ! આ આશાલિકા વિદ્યા હું તમને આપું છું. એનાથી તમે સરળતાથી નગરમાં પ્રવેશ કરી શકશો. નલકુબેરને પરાજિત કરી શકશો અને હું તમારી..”
For Private And Personal Use Only