________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૪૧ ઇન્દ્ર રોપથી સળગી ઊઠ્યો, તે ત્વરાથી ત્યાંથી નીકળી ગયો અને પોતાના ખાસ મંત્રાલયમાં પહોંચ્યો. ચાલ્યા જતા ઇન્દ્રને જોઈ સહસ્ત્રાર એક મોટો નિસાસા નાખ્યો. તેણે પોતાના રાજ્યનું પતન નિહાળ્યું. ઇન્દ્રના અભિમાની વર્તાવ પર તેણે ભારે કચવાટ અનુભવ્યો. પણ કરે શું? રાજ્ય અત્યારે પિતાનું નથી, પુત્રનું છે!
ઇન્દ્ર તરત જ પોતાના મંત્રીમંડળને ભેગું કર્યું. તેણે મંત્રી વર્ગનો અભિપ્રાય પૂછ્યો :
બોલો બૃહસ્પતિજી! આ તબક્કે શું કરવું યોગ્ય છે?' ઇન્ને મુખ્યમંત્રીને પૂછયું.
યુદ્ધ!” મંત્રીએ પ્રત્યુત્તર આપ્યો. મંત્રી ઇન્દ્રના મિજાજને ઓળખતો હતો. જો આવા પ્રસંગે બીજા-ત્રીજો અભિપ્રાય આપે તો ઈન્દ્ર એની કેવી દુર્દશા કરે, તેનું તેને સંપૂર્ણ ભાન હતું.
કેવો સ્વાર્થ! પોતાનું અહિત ન થાય એ માટે બીજાને અવળી સલાહ આપવાની નીતિ! જ્યારે જીવનાં કર્મ રૂઠે છે ત્યારે સારા સલાહકારોને પણ અવળી બુદ્ધિ સૂઝે છે! મુખ્યમંત્રીના અભિપ્રાયમાં બીજાઓએ હા માં હા મિલાવી! યુદ્ધના ધૂહની મસલતો ચલાવી, ત્યાં તો દ્વારપાલે આવીને સમાચાર આપ્યા :
મહારાજાનો જય હો. લંકાપતિનાં દૂત આપને મળવા ઇચ્છે છે.”
એને આવવા દો.' ઇન્ડે તરત જ આજ્ઞા કરી. મંત્રીવર્ગમાં મૌન છવાયું. દરેક લંકાપતિના દૂતને જોવા અને સાંભળવા તલપાપડ બન્યા.
દૂતે ઇન્દ્રના મંત્રણાલયમાં પ્રવેશ કર્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ, દમામભરી ચાલ અને ભભકાભેર પહેરવેશ.
રાજન! મહારાજા દશમુખનો હું દૂત છું. મહારાજાએ મને અહીં મોકલ્યો છે, અને એક સંદેશો મારે આપવો છે...' દૂતે પોતાની ઓળખ આપી. ‘કહો, શું સંદેશો છે?' ઇન્દ્ર દૂતને કહ્યું.
એ જ કે હવે તમારે રાવણની સેવા કરવાનો અવસર આવી લાગ્યો છે. જે જે પરાક્રમી, વિદ્યાશાળી અને અભિમાની રાજાઓ છે, તેમણે બધાએ લંકાપતિની સેવા સ્વીકારી છે. એ તો લંકાપતિની ગફલતમાં જ આટલો કાળ વીતી ગયા ને તમે બચી ગયા, પરંતુ હવે તો સમય પાકી ગયો છે.'
For Private And Personal Use Only