________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૩૯ “શું તમારા જેવાએ આવી રીતે વચન આપીને ફરી જવું ઠીક છે?” ઉપરંભાએ ખૂબ મનોમંથન કરીને કહ્યું.
હકીકતમાં વિચારીએ તો મેં વચન આપ્યું જ નથી! બિભીષણે તારી સખીને ઇશારો કર્યો અને તેણે માની લીધું! માટે એ બધી વાત જવા દઈને, તારે તારા વિચારોને બદલી નાખવા જોઈએ એવી મારી તને વિનંતી છે!'
રાવણ માં કેટલી મક્કમતા! પરસ્ત્રી પ્રત્યેનો કેવો પવિત્ર આચાર! ઉપરંભા જેવી વિશ્વની એક ખૂબસૂરત સુંદરી સામેથી ભોગ-પ્રાર્થના કરતી આવે અને પ્રાર્થનાને ન સ્વીકારતાં એને પોતાના સાચા કર્તવ્યનું ભાન કરાવવું. ! રાવણની આ ઊજળી બાજુને કેમ દુનિયા આજે ભૂલી જાય છે? કેવળ કાળી બાજુ જ યાદ રાખી રાવણને ધિક્કારવો તે શું જાય છે?
ઉપરંભાએ જોયું કે રાવણ જરાય નમતું આપે એમ નથી, ત્યારે તે ત્યાંથી ઝડપભેર ચાલી ગઈ. રાવણ પોતાના આવાસમાં આવ્યો. નલકુબેરે રાવણનું બહુમાન કર્યું અને દુર્લંઘપુરમાં વધુ રોકાવા પ્રાર્થના કરી. પરંતુ રાવણને તો હવે જલદીથી રથનપુર પહોંચવું હતું અને બનાવટી ઇન્દ્રને હરાવી વિદ્યાધરદુનિયામાં અજેય અને અદ્વિતીય બનવું હતું.
તે દુર્લધપુરમાંથી તરત જ નીકળી ગયો. તેણે રથનૂપુરના માર્ગે પ્રયાણ આરંભ્ય. દુર્લંઘપુરના પતનના સમાચાર વાયુવેગે રથનૂપુરમાં પહોંચી ગયા હતા અને રાવણ રથનૂપુર પર ચઢી આવે છે એ વાત પણ ઇન્દ્ર જાણી હતી. છતાં એ બેપરવા હતો. પરંતુ ઇદ્રના પિતા સહસ્ત્રારને ચિંતા થઈ. વયોવૃદ્ધ અને અનુભવી સહસ્ત્રારે ઇન્દ્રને પોતાની પાસે બોલાવ્યો. ઇન્દ્ર પોતાના પ્રેમાળ પિતાને નમન કરી, એમની પાસે બેઠો.
વત્સ! આજે તને એક વાત કહેવી છે...” ઇન્દ્રના બરડે હાથ ફેરવતાં સહસ્ત્રારે કહ્યું.
‘જરૂર પિતાજી, જે આપને કહેવા યોગ્ય લાગે તે કહો.” ઇન્ડે પિતાના મુખ સાર્મ જોયું.
તું ખરેખર પરાક્રમી છે. તેં મારા વંશની આબાદી-ઉન્નતિ કરી છે. બીજાના વંશનો ઉચ્છેદ કરીને, અવનતિ કરીને તે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે.'
આપના પ્રબળ પુણ્યના પ્રતાપે આ આબાદી સર્જી છે, પિતાજી! હું તા..' ‘ઇન્દ્ર! તું મહાન પુણ્યશાળી છે. તારા પગલે પ્રભુતા આવી છે. પરંતું.' પરંતુ શું? આપ સંકોચ ન રાખો. જે યોગ્ય લાગે તે કહી દો.”
For Private And Personal Use Only