________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
૧૪૪
પુત્રવિરહની વ્યથા હતી, હૃદયમાં અપાર વેદના હતી. તેમનું શરીર ધ્રૂજી રહ્યું હતું.
‘આજે હું એક યાચના કરવા આવ્યો છું રાજન...! તારી પાસે યાચના કરવી તેમાં હું શરમ નથી ગણતો. જેણે સહેલાઈથી મેરુ જેવા પર્વતને ઉપાડ્યો તેવા પરાક્રમીની આગળ યાચના કરવામાં શરમાવાનું શું હોય? લંકાપતિ! મારે બીજું કંઈ જોઈતું નથી, માત્ર પુત્ર જોઈએ છે! પુત્રભિક્ષા આપ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સહસ્રારે ગળગળા અવાજે જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું. રાવણે ક્ષણભર વિચારી લીધું અને કહ્યું :
‘ઇન્દ્રને મુક્ત કરવામાં મને વાંધો નથી, પરંતુ મારી શરતો કબૂલ રાખવી પડશે.'
‘શું?’ સહસ્ત્રારને આશાનું કિરણનું લાધ્યું.
‘દિક્પાલોના પરિવાર સાથે ઇન્દ્રે નીચે મુજબનાં કાર્યો કરવાનાં,
(૧) લંકામાંથી ઝાડુ કાઢવાનું.
(૨) રાજમાર્ગો પર જલ છંટકાવ કરવાનો.
(૩) પુષ્પમાળા ગૂંથી મંદિરોમાં પહોંચાડવી. આવાં આવાં જેટલાં કાર્યોં હું બતાવું તે કરવાનાં, બોલો છે કબૂલ?'
સહસ્રાર વિચારમાં પડી ગયો. એની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. શું કરવું ને શું ન ક૨વું? જો પુત્રને મુક્ત કરે છે તો એક પામર જેવું જીવન જીવવા પુત્ર તૈયાર થશે કે નહિ? જો મુક્ત ન કરે તો પુત્ર વિના પોતે ઝૂરી ઝૂરીને મરી જાય. છેવટે મનોમન નિશ્ચય કરી, ‘બનવા કાળ બનશે.’ એમ આશ્વાસન લઈ, સહસ્રારે રાવણની શરતો કબૂલ રાખી અને પુત્ર ઇન્દ્રને લઈ સહસ્રાર રથનૂપુર ભણી ચાલ્યો.
For Private And Personal Use Only