________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૧૪૨
‘એમ? એટલું બધું અભિમાન?' ઇન્દ્રે આગ ઝરતી આંખે દૂતની સામે જોયું. ‘કાં ભક્તિ કરો કાં શક્તિ બતાવો! બે વિકલ્પ છે. ભક્તિ અને શક્તિ વિનાનો મનુષ્ય તો મરવા જ સર્જાયો છે...' દૂતે સ્પષ્ટ શબ્દોમાં કહી નાખ્યું.
‘અરે વાચાળ દૂત, તારો રાજા ગર્વિષ્ઠ બન્યો છે. રાંકડા રાજાઓએ એની સેવા સ્વીકારી, તેથી તેને લોભ લાગ્યો છે કે મારી સેવાનાં સ્વપ્નો તેણે સેવ્યાં! અત્યાર સુધી ૨ાવણે સુખના દિવસો વિતાવ્યા, પણ હવે મને છંછેડીને તેણે કરાલ કાળને છંછેડ્યો છે. જા જલદી જા, તારા રાજાને કહે કે કાંતા એ મારો ભક્ત બને કાંતો એની શક્તિ બતાવે, નહિતર પલવારમાં નષ્ટ થઈ જશે! વીર પુરુષ જો બીજા વીરોનો અહંકાર સહન કરે તો તે વીર શાનો!
‘દૂત ઝડપથી રાવણની છાવણીમાં પહોંચ્યો. રાવણને ઇન્દ્રની સાથે થયેલી તીખીતમતમતી ચર્ચા કહી. રાવણનો રોપ ભભૂકી ઊઠ્યો. તેણે ત્રાડ પાડી : ‘યુદ્ધની નોબતો ગગડાવો, અને રથપુર પર ચઢાઈ કરો.' રાવણનું સાગર જેવું અપાર સૈન્ય યુદ્ધ માટે તૈયાર બની ગયું.
‘બીજી બાજુ પરાક્રમી ઇન્દ્ર પણ પોતાની તમામ તાકાત સાથે રાવણનો સામનો કરી લેવા તૈયાર બની ગયો. જોતજોતામાં તો રથનૂપુર યુદ્ધની એક વિરાટકાય છાવણીમાં પલટાઈ ગયું.
‘ઐરાવત’ હાથી પર બેસી, ઇંન્દ્ર ધસમસતો યુદ્ધના મેદાન પર આવી લાગ્યો. આ બાજુ ‘ભુવનાલંકાર' હાથી પર બેસી રાવણ ઇન્દ્રના સંન્યની સામે ધો. પાયદળ પાયદળની સામે ઝૂઝવા માંડ્યું, અશ્વદળ અશ્વદળની સામે લડવા માંડ્યું. હયદળ હયદળની સામે ભટકાવા માંડ્યું. ખૂનખાર જંગ જામી પડ્યાં. તીક્ષ્ણ તીરોની દારુણ વર્ષા થવા લાગી. કંઈક વીરોનાં લોહીથી ધરતી ૨ક્તતરબોળ બનવા માંડી.
એક સત્તાલોલુપીનું કૃત્ય કેટલા જીવોના વિનાશને નોતરે છે!
ઐરાવત હાથીની સામે ‘ભુવનાલંકાર’ હાથી ભટકાયો. ઇન્દ્ર અને રાવણ! બંને સામસામા આવી ગયા. પહેલાં તો બંનેના હાથીઓએ જ સૂંઢ વડે યુદ્ધનો પ્રારંભ કર્યો. તીક્ષ્ણ અને લાંબા દંતશૂળોથી એકબીજા પર જીવલેણ હુમલાઓ ક૨વા માંડ્યા. બંને હાથીઓના ગંડસ્થળમાંથી રુધિરની ધારાઓ વહેવા માંડી.
બીજી બાજુ ગાંડા હાથીઓ જેવા ઇન્દ્ર અને રાવણે પણ પ્રાણની પરવા કર્યા વિના, એકબીજા પર પ્રહાર કરવા માંડ્યા. ક્ષણમાં બાણોની વર્ષા, ક્ષણમાં ગદાઓના પ્રહારો, ક્ષણમાં ચકમકતા ભાલાના ઘા, ક્ષણમાં મુદ્ગરોના ફટકા.
For Private And Personal Use Only