________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
જૈન રામાયણ
‘એટલું જ કહેવું છે કે પરાક્રમ દાખવવાનો કાળ ગયો, હવે નીતિને અનુસરવાનાં કાળ આવી પહોંચ્યો છે!'
‘સમજાયું નહિ...' ઇન્દ્રે કહ્યું.
‘એ જ કે, કેવળ લડવું, લડવું, ને લડવું! તેનાથી ક્યારેક પરાક્રમી પણ આપત્તિમાં સપડાઈ જાય છે, કારણ કે પૃથ્વી શેરના માથે સવાશેરને જન્મ આપતી હોય છે!' સહસ્રારને બોલતાં થાક લાગતો હતો. ક્ષણવાર તે થંભી ગયો. ઇન્દ્ર તો સહસ્રારની આજની વાત એકાગ્ર બનીને સાંભળતો હતો, એના મનમાં અનેક પ્રકારના વિચારોની દોડધામ શરૂ થઈ ગઈ હતી.
‘હું સૌથી વધુ પરાક્રમી છું એવું અભિમાન કરવા જેવું નથી...' ‘એટલે શું મારા કરતાં...'
‘હા, લંકેશ રાવણ આજે અદ્વિતીય પરાક્રમી છે. મતરાજાના યજ્ઞને જેણે તોડ્યો, અષ્ટાપદ જેવા પર્વતને જેણે ઉપાડ્યો, યમને ભગાડ્યો, વૈશ્રવણને જીત્યો, વાલીના ભાઈ સુગ્રીવને સેવક બનાવ્યો...' દુર્લબ દુર્લવપુરને ઓળંગ્યું અને નલકુબેરને વશ કરી લીધો, રાવણના પરાક્રમોની એક હારમાળા સહસ્રારે રજૂ કરી... ઇન્દ્ર મૌન રહ્યો. એનું મન તો તરેહ તરેહના વિચારોથી ધમધમી રહ્યું હતું. સહસ્રારે ઇન્દ્રને આગળ વાત કહેવી શરૂ કરી.
‘એ લંકાપતિ રાવણ તારી સીમા પર ધસી રહ્યો છે. તે તારે પ્રસન્ન કરવો જોઇએ. એ માટે તારે રાવણના ચરણમાં નમસ્કાર કરવા જોઈએ... એટલું જ નહિ, પરંતુ એની સાથે કાયમનો સંબંધ રાખવા માટે પુત્રી રૂપીનું રાવણની સાથે લગ્ન કરવું જોઇએ.'
બસ થઈ ગયું! અત્યાર સુધી ધીરજ રાખીને સાંભળી રહેલો ઇન્દ્ર રોપથી ધમધમી ઊઠ્યો.
‘બિલકુલ નહિ. વંશપરંપરાના એ વેરીને કન્યા આપું? હરગિજ નહિ બને. એનો તો વધ કરીશ. જે દશા એના પિતામહ માલીની કરી હતી, એ જ ધાટ એનો ઘડી દઈશ. પિતાજી, સોહઘેલા ન બનો. ધીરજ રાખો. શું તમારા પુત્રનું પરાક્રમ તમે નથી જોયું? શું તમને મારામાંથી વિશ્વાસ ઊડી ગયો?'
હજુ અહીં પિતા-પુત્ર વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં તાં નગરમાં મહાન કોલાહલ મચી ગયો. રાજમહેલ પણ ક્ષણવારમાં જ ખળભળી ઊઠ્યો. સુભટો દાંડતા ઇન્દ્રની પાસે આવ્યા.
‘મહારાજા! વિલંબ ન કરો. લંકાપતિ રાવણે રથનૂપુરને ઘેરી લીધું છે...’
For Private And Personal Use Only