________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરામાં મધુનું મિલન
૧૨૯
મોટાં મોટાં છતાં પ્રેમરસથી છલકાતાં લોચનો, પ્રભવની આંખ સામે તરવરી રહ્યાં. વનમાલામાં પ્રભવ વિવશ બની ગયા. તેનો સમગ્ર જીવનમાંથી રસ ઊડી ગયો. વનમાલાની અપ્રાપ્તિમાં તે ઝૂરવા લાગ્યો. પ્રભવનું શરીર સુકાવા લાગ્યું. સદા હસતું મુખ બેચેન અને ગમગીન બની ગયું. રોજ સભામાં જાય છે. સુમિત્રને મળે છે પણ માત્ર તે વ્યવહાર પૂરતું જ! સુમિત્ર તેની લથડતી જતી તબિયત જોઈને બેચેન બનવા લાગ્યો. વનમાલા પણ રાજા સુમિત્રની બેચેની ટાળી શકી નહિ. પ્રભવને સુમિત્ર તેની અસ્વસ્થતાનું કારણ પૂછે છે પણ પ્રભવ મૌન રહે છે તો ક્યારેક જૂઠ્ઠું બોલે છે. ક્યારેક બીજી વાત કાઢીને પ્રસંગ ટાળે છે, પણ એક દિવસે તો સુમિત્ર મિત્રના હૃદયને જાણવાનો મક્કમ નિર્ધાર કર્યો.
‘મિત્ર તું કહે, તારે કહેવું જ પડશે...' પલંગમાં અસ્વસ્થ હાલતમાં પાગલની જેમ આળોટતા પ્રભવની પાસે બેસી, તેનું મસ્તક પોતાના ખોળામાં લઈ ખૂબ જ લાગણીભર્યા શબ્દોથી સુમિત્રે કહ્યું.
પ્રભવનાં વસ્ત્રો મલિન થઈ ગયાં હતાં. ઘણા દિવસોથી તેણે સ્નાન પણ નહોતું કર્યું. આખો ઊંડી ગઈ હતી... તેજ ફિક્કુ પડી ગયું હતું. તેનું હૃદય અકથ્ય વેદનામાં આર્ત્ત બની ગયું હતું. સુમિત્રના પ્રશ્નમાં પ્રભવ મૌન રહ્યો. તે સુમિત્રની સામે પણ જોઈ ન શક્યો.
'તું આમ મૌન રહીશ, પ્રભવે?' પોતાના બે હાથે પ્રભવનું મુખ પોતાની સામે કર્યું, પણ પ્રભવે સુમિત્રની દૃષ્ટિમાં દૃષ્ટિ ન મિલાવી,
‘તારા શરીરમાં રોગ નથી, પણ તારા મનમાં કોઈ ભયંકર રોગ ભરાયો છે.’ ‘સાચી વાત છે.’ પ્રભવે મૌન તોડ્યું.
‘મને તું તે કહે.’
‘કહેવાય એવું નથી...
‘પણ સહેવાય એવું ય નથી ને?'
‘અસત્ય છે...'
‘તું કહે, તારું દુઃખ ટાળવા તું કહે, તે કરવા તૈયાર છું.’ ‘કહું તો કુળ લાજે, મિત્રતા લાજે...’
‘મિત્ર આગળ વળી આજે આ બધું તને શું સૂઝે છે? મિત્રની સમક્ષ લાજવાનું શાનું? તું નહિ કહે ત્યાં સુધી હું અહીંથી જઈશ નહિ, ખાઈશ નહિ. તું હજુ મારા હૃદયને પણ શું નથી સમજી શક્યો? તું મારા શરીરની સામે તો જો. તારા દુઃખે હું દુ:ખી છું, તારા સંતાપમાં હું સંતપ્ત છું...' સુમિત્રની આંખોમાં આંસુ ભરાયાં.
For Private And Personal Use Only