________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
જૈન રામાયણ આવ પુત્રી આવ! આજે તો આપણા આંગણે આપણા માલિક પધાર્યા છે! ઓળખ છે આમને? મહારાજા સુમિત્ર છે !'
વનમાલાને મન પિતાની વાત કોઈ મહત્ત્વની ન હતી. એણે તો ક્યારની ય આ પરદેશીની પરખ કરી લીધી હતી અને એનો સત્કાર કરવા થનગની ઊઠી હતી. મધુર ફળોથી રાજાએ પોતાની ક્ષુધા શમાવી.
બીજી બાજુ વનમાલાનો રાજા પ્રત્યેનો અનુરાગ, વનમાલાની માતાના જાણમાં આવી ગયો. “જો રાજા પોતાની પુત્રીને પરણે તો સુખી બને...' આ વિચાર તેણે પોતાના પતિને જણાવ્યો. પલ્લીપતિને પણ વાત ગમી. તેણે રાજાને પ્રણામ કરી વિનંતી કરી :
મહારાજા! આપ અમારા આંગણે પધાર્યા છો તો અમારી એક ભેટ આપને સ્વીકારવી પડશે!' ‘તમારી ઘણી સેવા લીધી... હવે વિશેષ શું જોઈએ!' રાજાએ સસ્મિત કહ્યું . ‘તમારે જોઈતું ભલે ન હોય, પરંતુ અમારે આપવું છે!”
રાજાને જોઈતું જ હતું ને વૈદ્ય બતાવ્યું! પલ્લીપતિએ ત્યાં જ પોતાની પુત્રી વનમાલાનો સુમિત્ર સાથે વિવાહ કરી દીધો. વનમાલાને લઈને રાજા અશ્વ પર નગરમાં પાછો વળ્યો.
કેવી સંસારની વિચિત્ર ઘટનાઓ! રાજાએ અશ્વ ખરીદવ, જાતે જ સવારી કરવી, અટવીમાં પહોંચવું, પલ્લીપતિને આંગણે જવું, કન્યાની સાથે પ્રણય થવો, લગ્ન થવું, બધું ન ધાર્યાનું બન્યું. ધારણા બહારનું બને અને ધારણાઓ નિષ્ફળ જાય એ તો આ સંસારની એક આગવી ખાસિયત છે!
વનમાલાને લઈને તે સીધો જ રાજમહેલમાં આવ્યો. અહીં મહેલમાં તો સુમિત્રના જવાથી બધાના હોશકોશ ઊડી ગયા હતા. તેમાંય મિત્ર પ્રભવની સ્થિતિ તો સાવ કફોડી થઈ હતી. મિત્રના વિરહમાં તેણે ખાવા ને પીવાનું, ફરવાનું ને ઊંઘવાનું... ગીત અને ગાન બધું મૂકી દીધું હતું, પણ જ્યાં તેણે દૂરથી અશ્વ ઉપર એક અજાણી સ્ત્રીની સાથે રાજાને આવતો જોયો ત્યારે તે આનંદવિભોર બની ગયો.
રાજા પણ આવતાંની સાથે મિત્રને ભેટી પડ્યો. તેણે તેને અટવીનાં રોમાંચક પ્રસંગ કહ્યો. પ્રભવને ખૂબ આનંદ થયો. તેણે વનમાલાને જોઈ, પરંતુ વનમાલા પર દૃષ્ટિ પડતાં જ તેના હૃદયમાં વિકારનો દાહ ઉત્પન્ન થયો. તરત જ મહેલમાંથી નીકળી, પોતાના ઘેર આવી ગયો. તેને પોતાના ઘેર આવ્યું પણ મન તો “ઘેર' ન આવ્યું તે ન જ આવ્યું. વનમાલાની કોમળ દેહલતા, તેનાં
For Private And Personal Use Only