________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
જૈન રામાયણ રાજપુત્ર મધુએ વાતને આરંભી.
એક ઊજળી રાતે હું રાજમહેલને ઝરૂખે બેઠો હતો. ચંદ્રની ચાંદની સાથે મોન રીતે મધુરતા માણી રહ્યો હતો ત્યાં અચાનક મારી સમક્ષ એક દિવ્ય આકૃતિ ઉપસ્થિત થઈ. મેં મનોમન નિર્ણય કર્યો કે, “આ કોઈ દિવ્ય, દેવી પુરુષ છે.” છતાં મેં પૂછ્યું :
આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? શા માટે આવ્યા છો?”
એ દિવ્યપુરુષે રસનીતરતી વાણીમાં કહ્યું : “રાજપુત્ર, હું તને એક વાર્તા કહીશ. બસ, એ વાર્તા સાંભળતાં જ તારા ત્રણેય પ્રશનોનો તને ઉત્તરો મળી રહેશે.”
હે લંકાપતિ, આટલું કહી તેણે મને કેવી રોમાંચક, રસભરપૂર વાત કહી તે હું તમને કહીં બતાવું. પરંતુ નકલ તે નકલ! મેં પોતે જે એના મુખે વાર્તા સાંભળી, બસ એની સ્મૃતિ, એનું સ્વપ્ન આજે પણ મને આનંદથી ભરી જાય છે.” એ દિવ્ય પુરુષે કહ્યું :
જેવી રીતે આ જંબુદ્વીપ છે, તેવી રીતે લવણા સમુદ્રની પેલે પાર ધંધાતકીખંડ' નામની ધરતી છે. ત્યાં આ ભરતક્ષેત્ર જેવું ઐરાવત નામનું ક્ષેત્ર છે. એ ઐરવત ક્ષેત્રમાં “મહાપુરુ' નામની એક નગરી હતી. નગરીની ચારે કોર સો દરવાજા હતા! ત્યાં બે મિત્રો વસતા હતા. એક હતો રાજપુત્ર સુમિત્ર અને બીજો હતો શ્રેષ્ઠીપુત્ર પ્રભાવ. બન્નેની મૈત્રી વસન્ત અને કામદેવ જેવી! જ્યાં સુમિત્ર ત્યાં પ્રભવ, અને જ્યાં પ્રભવ ત્યાં સુમિત્ર! બાલ્યકાળમાં એક જ ગુરુની પાસે બંનેએ કલાભ્યાસ કર્યો. એક જ મેદાનમાં તેઓ રમ્યા. એક જ થાળીમાં તેઓ જમ્યા. સૃષ્ટિના અવિચ્છિન્ન ક્રમ મુજબ બંનેએ યવનકાળમાં પ્રવેશ કર્યો.
રાજપુત્ર સુમિત્રા મહાપુરુના રાજ્યસિહાસને આરૂઢ થયો. મિત્ર પ્રભાવને પણ રાજા સુમિત્રે પોતાની સમાન બનાવ્યો! જેવી સમૃદ્ધિ પોતાની પાસે તેવી સમૃદ્ધિ પ્રભવની પાસે! જેવી સત્તા પોતાની પાસે તેવી સત્તા પ્રભવની પાસે! સત્તા અને સમૃદ્ધિની વચ્ચે ય પણ સુમિત્ર-પ્રભવની મૈત્રી અતુટ રહી.
એક દિવસ એક શાહ સોદાગર રાજા સુમિત્રની પાસે ઉપસ્થિત થયો. તે સોદાગર ઘોડાનો વેપારી હતો. કેટલાક લક્ષણવંતા તેજસ્વી અશ્વોને લઈને તે આવ્યો હતો. રાજા સુમિત્રે તેમાંથી એક અને પસંદ કર્યા અને એ જ દિવસે એના પર સવારી કરી. નગર બહારના એક વિશાળ મેદાન પર અશ્વને દોડાવવા માંડ્યો. અશ્વ પવનવેગી હતો! એણે આંખના પલકારામાં મેદાનને વટાવી દીધું; રાજાએ અશ્વને ઊભો રાખવા લગામ ખેંચી, પરંતુ આજે તો પોતાનો વેગ બમણો કરી દીધો! વનની વાટ પકડી તેણે દોટ મૂકી.. જેમ જેમ
For Private And Personal Use Only