________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
જૈન રામાયણ
સુલસાએ માતાના પ્રસ્તાવને વિચારી જોયો. ‘મધુમ્પિંગ સોમવંશનો કુલીન રાજપુત્ર છે. રૂપ, ગુણ અને શૌર્યનો તેનામાં સંગમ થયેલો છે. તેને વરવાથી માતાનું દુઃખ દૂર થશે અને હું પણ સુખી થઈશ.'
'મા, તારી ઇચ્છા મુજબ સ્વયંવરમાં હું મધુપિંગને વરીશ.'
‘બસ, બસ! ઘણું સરસ, મારી પુત્રી!' દિતિએ સુલસાને બાહુપાશમાં લઈ આલિંગનથી પ્રેમ અભિવ્યક્ત કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસાનો પ્રત્યુત્તર સાંભળી સગરરાજની ગુપ્તચર મંદોદરી ચોંકી ઊઠી. ત્વરાથી ત્યાંથી નીકળી ગઈ. સગરરાજના ઉતારે આવી પહોંચી.
સંધ્યાના રંગો હમણાં જ ઊડી ગયા હતા અને પૃથ્વી પર કાળું અંધારું છવાવા લાગ્યું હતું. સગરરાજના ઉતારામાં દીપમાળાઓ જલી ઊઠી હતી. મંદોદરી ઝડપથી સગરરાજના ઓરડામાં પ્રવેશી. આંટા મારી રહેલો સગરરાજ એકદમ થંભી ગયો. તેણે મંદોદરીના મુખ પર ઉત્સુકતા સાથે ભયની લાગણી તરવરતી જોઈ.
‘કેમ, શા સમાચાર છે, મંદોદરી?’ શ્વેત ચાદરથી આચ્છાદિત એક ઊંચી ગાદી પર બેસતાં સગરરાજે પૂછ્યું.
‘મહા૨ાજા, જે કાર્ય માટે આપ અહીં પધાર્યા છો, તે કાર્ય સિદ્ધ નહિ થાય’ ‘એટલે?’ મંદોદરીની વાત ખૂબ મહત્ત્વની અને પોતાના મુખ્ય કાર્ય અંગેની હતી. ‘એટલે એ જ. આપ હવે રસાલા સાથે રાજધાનીમાં પાછા ફરો.' મંદોદરીએ સગરરાજની ઇન્તેજારી ખૂબ વધારી દીધી.
‘પણ શી વાત છે એ તો કહે.'
‘સુલસાએ પોતાની પસંદગી કરી લીધી છે.’
‘કોની?’
‘મધુમ્પિંગની, કલિંગદેશના રાજપુત્રની.'
‘તેં કોના મોઢે સાંભળ્યું?' સગરરાજની વ્યાકુળતા વધી.
‘ખુદ સુલસાના મોઢે.’ મંદોદરીએ સગરરાજને સુલસા અને દિતિ વચ્ચેનો અથથી ઇતિ સુધીનો બધો જ વાર્તાલાપ કહી સંભળાવ્યો.
સગરરાજે મંદોદરીને રવાના કરી, પોતે ચિંતાના સાગરમાં ડૂબકીઓ ખાવા લાગ્યો. જો સુલસા મધુપિંગને વરે તો સગરરાજની પ્રસિદ્ધિ, સગરરાજનું પરાક્રમ, સગરની મહત્તા, સગરની સર્વોપરિતા... બધા જ પર પાણી ફરી
For Private And Personal Use Only