________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાકાળ અસુર કોણ
૧૧૫
સભામાં સ્તબ્ધતા છવાઈ ગઈ. સગરરાજનો પ્રસ્તાવ પ્રસ્તુત છે કે અપ્રસ્તુત, તેની ચર્ચાઓમાં રાજાઓનો આછો આછો ગણગણાટ સંભળાવા લાગ્યો.
જો રાજાઓ સગરરાજના પ્રસ્તાવને આવકારે નહિ તો એમ સિદ્ધ થાય કે રાજાઓને ભય છે કે પોતે લક્ષણહીન ઠરે તો? માટે નિષેધ કરે છે. જો આવકારે તો જરૂર કોઈને અન્યાય થયા વિના રહે નહિ! શું કરવું? વળી આ તો સ્વયંવરના અવસર, તેમાં કોઈના પર આફત ઊતરે તો... વિચાર કરતાં રાજાઓને સગરાજનો પ્રસ્તાવ અયોગ્ય લાગ્યો. પરંતુ હવે વિરોધ કોણ રજૂ કરે ? અયોધન રાજાથી તો કંઈ બોલાય જ નહિ, કારણ કે તેના ઘરે પ્રસંગ છે! બધાં જ તેના મહેમાનો છે. જો અયોધન રાજા વિરોધ કરે તો સગરરાજનું ભારોભાર અપમાન થાય...
મૌન છવાયું.
મૌનું અનુમતમ્ બધા મૌન છે, માટે પ્રસ્તાવ સાથે કોઈને વિરોધ નથી, એમ હું સમજુ છું. માટે પુરોહિતજી, હવે તમે ગ્રંથનું વાંચન શરૂ કરો.’ સગરરાજે વિશ્વભૂતિને ગ્રંથ વાંચવાની આજ્ઞા ફરમાવી.
વિશ્વભૂતિ પુરોહિતે ગ્રંથનો પ્રારંભ કર્યો. તેમણે એક પછી એક લક્ષણ એવી ઢબથી રજૂ કરવા માંડ્યાં કે જેથી સભાને ભાન થવા માંડ્યું કે આ બધાં લક્ષણોથી યુક્ત સગર છે, જ્યારે મધુમ્પિંગ લક્ષણહીન છે! સભાની દૃષ્ટિ વારંવાર મધુપિંગ તરફ પડવા લાગી, ધિક્કારની દૃષ્ટિ, તિરસ્કારની દૃષ્ટિ, હાસ્યની દૃષ્ટિ, બુદ્ધિશાળી મધુમ્પિંગ પણ સમજી ચૂક્યો હતો કે ‘આ મને બદનામ કરવાનું, સુલસા મને ન વરે અને સગરને વરે એ માટેનું ભયંકર કાવતરું છે,' પરંતુ મધુમ્પિંગ પાસે એવો કોઈ જ પુરાવો ન હતો કે જેથી તે આ ગ્રંથને અપ્રામાણિક સિદ્ધ કરી શકે. એની સ્થિતિ કફોડી બની ગઈ. તેને પોતાનું ધોર અપમાન થતું ભાસ્યું. તેણે એક ક્ષણ વિચાર કરી લીધો. ક્ષણ વારમાં તે રાજસભામાંથી અદૃશ્ય થઈ ગયો. તે ચાલ્યો ગયો, રોષ, આવેશ અને વેરથી ધમધમતો ચાલ્યો ગયો. તેણે નગરો છોડ્યાં, ઉદ્યાનો છોડચાં, તે ગાઢ અરણ્યમાં ગયો, ત્યાં તેણે તપશ્ચર્યા તપવા માંડી. એવી શક્તિઓ મેળવવા કે જે શક્તિઓ દ્વારા સગરના કુકૃત્યનો બદલો આપી શકાય. સગરને ખતમ કરી શકાય.
એ ભવમાં તો મધુમ્પિંગ એવી શક્તિઓ પામી ન શક્યો. સગર સુલસાને પરણીને પોતાના નગરમાં ચાલ્યો પણ ગયો.
મધુપિંગનું મૃત્યુ થયું. મરીને તે મહાકાલ અસુર થયું. નારદજીએ કુંભકર્ણની સામે જોયું.
For Private And Personal Use Only