________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
વેરની વસૂલાત
“શું એ મહાકાલ અસુર (શાંડિલ્ય) હિંસક યજ્ઞનો પ્રયોજક છે?” રાવણે
પૂછ્યું.
હા! સગર પ્રત્યેના વેરની વસૂલાત માટે હિંસક યજ્ઞનું મહાકાલે પ્રયોજન કર્યું!
મુનિવર! એ તો કહો, એણે કેવી રીતે હિંસક યજ્ઞ શરૂ કર્યો. અને એમાં સગર સાથેનો વેરનો બદલો કેવી રીતે લીધો?” નારદજીએ જરા ગળું ખોંખારીને વાતને આગળ ચલાવી.
શાંડિલ્ય અને પર્વત ત્યાંથી આગળ વધ્યા... શાંડિલ્ય પોતાની આસુરી શક્તિથી ગામોમાં, નગરોમાં રોગો, વ્યાધિઓ, પીડાઓ ફેલાવવા માંડી. ચારેકોર લોકો ત્રાસ ત્રાસ પોકારવા લાગ્યા. બીજી બાજુ શાંડિલ્ય પ્રચાર કરવા માંડ્યો;
જે કોઈ પર્વતનો મત સ્વીકારશે તેના રોગો શાંત થઈ જશે!' અને જે કોઈ પર્વતના અનુયાયી થવા લાગ્યા તેના રોગો તત્કાળ દૂર થવા લાગ્યા. શાંડિલ્ય પોતાની આસુરી શક્તિથી અદૃશ્યપણે રોગોને દૂર કરવા લાગ્યો. બસ, જોતજોતામાં પર્વતના અનુયાયીઓનો એક વિરાટ વર્ગ તૈયાર થઈ ગયો. ફરતા ફરતા બન્ને સગરરાજના નગરમાં આવી પહોંચ્યા. તેઓએ આખાય નગરમાં અનેક ભયંકર રોગો ફેલાવી દીધા. રાજાના અંતઃપુરમાં, રાજાના મંત્રીવર્ગમાં, રાજાના આખા ય પરિવારમાં જીવલેણ દર્દો ફાટી નીકળ્યાં.
કર્ણોપકર્ણ સગરરાજને પણ સમાચાર મળ્યા હતા કે “આ રોગચાળામાંથી મુક્ત કરનાર કેવળ પર્વત છે. જે પર્વતનો અનુયાયી બને છે, તેના રોગો તત્કાળ ઉપશમી જાય છે. પરિવારની પારાવાર પીડા જોઈને સગરરાજે પર્વતની ભાળ મેળવવી શરૂ કરી. ત્યાં તો સામેથી તેને સમાચાર મળ્યા કે પર્વત પોતાના નગરના ઉદ્યાનમાં જ આવેલો છે. તરત જ પોતાના પ્રધાન પુરુષોને લઈ સગરરાજ નગરની બહાર ઉદ્યાનમાં આવ્યો. એક ઊંચા કાષ્ટાસન પર પર્વત આસન જમાવ્યું હતું. શરીરે સોનાની જનોઈ, કપાળે અનેક રંગના તિલક, લાલ પીતાંબર અને ચારેકોર અનેક રોગગ્રસ્ત માણસોની ભીડ જામેલી હતી.
સંગરે આવીને પર્વતનાં ચરણોમાં મસ્તક નમાવ્યું.
“હે મહાઋષિ! આપની કૃપાથી મારી પ્રજા નીરોગી બને, મારો પરિવાર, મારું અંતઃપુર નીરોગી બને તેમ કરવા અનુગ્રહ કર.” સગરે પર્વતની સામે બેસી, વિનયપૂર્વક હાથ જોડીને વિનંતી કરી.
રાજન! અમારે તો એ કર્તવ્ય જ છે કે દુઃખીનાં દુઃખ દૂર કરવાં.' પર્વત
For Private And Personal Use Only