________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસૂલાત
૧ ૨૧ નારદજીએ કહેલો હિંસક યજ્ઞનો લાંબો ઇતિહાસ સાંભળ્યા પછી, બધા જ નારદજી અંગે સાંભળવા માટે આતુર હતા. તેમાંય રાવણને મોઢે સાંભળવાની તક મળતાં સહુને આનંદ થયો. રાવણે ધીમા સ્વરે વાતનો પ્રારંભ કરતાં કહ્યું :
એક અરણ્ય હતું પણ મનને મહેકાવી દે તેવી ત્યાં મધુરતા હતી. દિલને ડોલાવી તેવું ત્યાં સૌન્દર્ય હતું. આત્માને રસતરબોળ કરી દે તેવી ત્યાં શાંતિ અને શીતળતા હતી. ત્યાં એક આશ્રમ હતો. નાનકડી એક કુટિર! તેમાં એક તાપસ પોતાની પત્ની સાથે રહે.
તાપસનું નામ બ્રહ્મરુચિ અને તાપસની પત્નીનું નામ કુમ. બસ, અરણ્યનાં ફળો ખાઈને સુધા શમાવવાની. નદીનું પાણી પીને તૃષા છિપાવવાની, વક્ષની છાલનાં વસ્ત્ર બનાવીને શરીર ઢાંકવાનું! બાકી આખો ય દિવસ પરમાત્માનું નામસ્મરણ કરતાં કરતાં પસાર કરવાનો. પરંતુ હજુ તેઓ બ્રહ્મચારી ન હતાં, છતાં વિષયાસક્ત ન હતાં. કાળક્રમે ઋષિપત્ની ગર્ભિણી બની. એ અરસામાં એક પુણ્ય પ્રસંગ બન્યો.
કેટલાક જૈનશ્રમણો બ્રહ્મરચિ તાપસના આશ્રમે આવી ચઢયા. બ્રહ્મરચિએ શ્રમણોનો સત્કાર કર્યો. એક ઘટાદાર વૃક્ષની નીચે, સ્વચ્છ ભૂમિ પર, શ્રમણોએ વિસામો કર્યો. બ્રહ્મરુચિ શ્રમણની સામે આવીને બેઠો. શ્રમણોએ બ્રહ્મરુચિ તાપસના ભાવુક, ઉન્નત આત્માને પારખ્યો. તેને સાચું માર્ગદર્શન આપી સન્માર્ગે ચડાવવાની શ્રમણોએ ભાવના કરી.
મહાનુભાવ! તમે અહીં ઘણા સમયથી રહેતા લાગો છો.” શ્રમણોએ વાર્તાલાપ શરૂ કર્યો.
હા જી બ્રહ્મચિએ વિનયયુક્ત જવાબ આપ્યો. તમે ઘર અને નગર ત્યાગીને અહીં – વનમાં કેમ વસ્યા છો?' “પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે.' ‘પણ તમે તો અહીં પણ નવો જ સંસાર શરૂ કર્યો છે. પછી પરમ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થશે?'
એટલે આપનું કહેવાનું તાત્પર્ય શું છે?
એ જ કે પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે તો વિપયિક સુખનો ત્યાગ કરવો જોઈએ, સ્ત્રીનો સહવાસ ત્યજવો જોઈએ. પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે જ્ઞાન,
For Private And Personal Use Only