________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૧૪. વેરની વસૂલાત
‘ભાઈ, તું મને ઓળખે છે?’ શક્તિમતી નદીને કિનારે નિરાધાર સ્થિતિમાં રખડતા પર્વતને જોઈને મહાકાલ-અસુરે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને એની પાસે આવીને પૂછ્યું.
‘ના, હું આપને નથી ઓળખતો.' પર્વતે જવાબ આપ્યો.
‘મારું નામ શાંડિલ્ય. તારા પિતા ક્ષીરકદંબ ઉપાધ્યાયનો હું મિત્ર છું!' મહાકાલે ડિંગ મારી.
‘મારા પિતાના તમે મિત્ર?'
‘હા! ગૌતમ નામના ઉપાધ્યાયની પાસે તારા પિતા અને હું સાથે અધ્યયન કરતા હતા.'
‘આપ અહીં ક્યાંથી આવી ચઢ્યા?'
‘મેં બાજુના જ ગામમાં સાંભળ્યું કે મારા મિત્રના મહામતિમંત પુત્ર પર્વતને લોકોએ તથા નારદે તિરસ્કાર કરીને કાઢી મૂક્યો છે, ત્યારે હું મારાં બધાં જ કામ પડતાં મૂકી અહીં દોડી આવ્યો. તને જોઈને ભાઈ, હવે મને નિરાંત થઈ.’
ક્ષણ વાર થંભીને મહાકાલે આગળ ચલાવ્યું :
પણ હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તારી પડખે છું.'
‘તમે શું કરશો?’
‘હું. મંત્રશક્તિથી સારા યે વિશ્વને વશ કરીશ. તારા મતને વિશ્વવ્યાપી બનાવીશ. તારા નામને દેશના ખૂણેખૂણે ગુંજતું કરી દઈશ.’
શાંડિલ્ય બ્રાહ્મણની વાત સાંભળીને પર્વત નાચી ઊઠ્યો. એની આંખે ભાવિનો ભવ્ય સ્વપ્નલોક દેખાવા લાગ્યો. પુનઃ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિની તેને તક દેખાવા લાગી.
ખરેખર, અધોગતિમાં જનાર જીવને નિમિત્તો પણ એવાં જ મળી જાય છે! તે શાંડિલ્ય પ્રત્યે આકર્ષાયો. શાંડિલ્યે પર્વતને બરાબર સકંજામાં લીધો, પર્વત દ્વારા, તેણે પોતાનું ઇષ્ટ કાર્ય સિદ્ધ કરવાનો પ્રારંભ કર્યો.
‘રાવણ! હિંસક યજ્ઞનો પ્રારંભ હવે થાય છે...' નારદજીએ રાવણના પ્રશ્નના પ્રત્યુત્તરની આટલી પૂર્વભૂમિકા સમજાવી.
For Private And Personal Use Only