________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
એ મહાકાળ અસુર કોણ રાખવા લાગ્યો. હજુ સ્વયંવરનો દિવસ દૂર હતો. તે અરસામાં એક દિવસ સુલસા અને તેની માતા દિતિ, મહેલની પાછળના ભાગમાં આવેલા ઉદ્યાનમાં ગયાં. પાછળ છૂપી રીતે પેલી સગરરાજની ગુપ્તચર મંદોદરી પણ ઉદ્યાનમાં ઘૂસી ગઈ.
દિતિ અને સુલસા એક લતામંડપમાં આવીને બેઠાં.
‘મા, તું બોલતી નથી, પરંતુ તારા મનમાં કોઈ ઊંડું ઊંડું દુ:ખ રહેલું છે.’ સુલસાએ માતાના મુખનું નિરીક્ષણ કરતાં કહ્યું.
‘તે શું છે? મને કહે.'
‘તારી વાત સાચી છે બેટી!'
‘એ મારું દુઃખ દૂર કરવાનું તારા હાથમાં જ છે!' દિતિએ મૂળ વાત પર આવતાં કહ્યું.
“તું કહે, મારાથી શક્ય હશે તો તારું દુઃખ દૂર કરીશ. શું મારી માને હું દુઃખી કરવા ચાહું છું?'
‘ના, મારી વહાલી પુત્રી! હું તારા પ્રેમને પરખું છું!'
‘તો હવે તારું ગુપ્ત દુ:ખ મને કહે,'
‘તું સ્વયંવરમાં કોને વરીશ?' દિતિએ ધીમે અવાજે સુલસાની ખૂબ જ નજીક આવી પૂછ્યું.
‘એનો હજુ મેં નિર્ણય નથી કર્યો.'
‘તો તારે...’
‘બોલને, અચકાય છે શા માટે?'
‘મારા ભાઈ સૃષ્ટબિન્દુના પુત્ર મધુપિંગને તો તું ઓળખે છે ને?’
તું
‘સારી રીતે.’
‘કેવો છે એ’
‘ધીર અને વીર.’
‘બસ, તું એના ગળામાં વરમાળા આરોપે, તે હું ચાહું છું.'
માતા અને પુત્રીનો વાર્તાલાપ મંદોદરી ખૂબ એકાગ્રતાથી સાંભળી રહી હતી. દિતિના પ્રસ્તાવનો સુલસા શો પ્રત્યુત્તર આપે છે, તે સાંભળવા તેને ખૂબ જ ઉત્સુકતા થઈ ગઈ.
For Private And Personal Use Only