________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧0
જૈન રામાયણ વસુના વંશનું પતન થયું. એક દિવસમાં શક્તિમતીનો રાજમહાલય હતો નહતો થઈ ગયો. બીજી બાજુ પ્રજાએ આ સકલ અનર્થના મૂળ પર્વતને મારી મારીને નગરની બહાર તગેડી મૂક્યો. હું ત્યાંથી ખૂબ દુ:ખ સાથે મારા સ્થાને ચાલ્યો ગયો.”
નારદજીની આંખોમાં દિલદર્દ ઊભરાયું. રાવણ, કુંભકર્ણ, બિભીષણ એકતાન થઈને નારદજીની વાણી સાંભળી રહ્યા હતા. નારદજી થંભી ગયા.
દશમુખે પૂછયું : “દેવર્ષિ, પછી એ પર્વત ક્યાં ગયો? તેનું શું થયું?” દેવર્ષિએ દીર્ઘ શ્વાસ લઈને કહ્યું : “એ અભાગી પર્વત નગરની બહાર ગયો. શુદ્ધિમતી નદીના તટ પર આમતેમ ફરતો હતો ત્યાં મહાકાલ નામના એક અસુરે તેને પકડ્યો.”
“એ મહાકાલ-અસુર કોણ દેવર્ષિ?' વચ્ચે જ રાવણે પ્રશ્ન કર્યો. - હિંસક યજ્ઞની શરૂઆતમાં આ મહાકાલ-અસુર પ્રધાન પાત્ર છે. રાવણ! તેને જ્યાં પર્વતને ભેટો થયો ત્યાં તેણે પોતાનું કાર્ય આગળ ધપાવ્યું. પરંતુ મહાકાલ અસુરનો પૂર્વભવ સાંભળવા જેવો છે!”
જરૂર સંભળાવો દેવર્ષિ!' કુંભકર્ણને નારદજીની વાતોમાં ખૂબ મજા આવતી હતી. મહાકાલ અસુરનો પૂર્વભવ સાંભળવા તે ખૂબજ ઉત્કંઠિત બન્યો. નારદજીને વાત કહેવા, તેણે ઉત્સાહિત કર્યા.
નારદજીએ મહાકાલ અસુરનો પૂર્વભવ કહેવો શરૂ કર્યો. ચારણયુગલ નામની એક નગરી હતી.
ત્યાં “અયોધન' નામનો રાજા એની પ્રિય પત્ની ‘દિતિ' સાથે સુખપૂર્વક પોતાનો કાળ નિર્ગમન કરી રહ્યો હતો.
તેમને એક સંતાનની પ્રાપ્તિ થઈ. પુત્રી દિનપ્રતિદિન મોટી થતી ગઈ. તેનું નામ સુલસી પાડવામાં આવ્યું.
પુત્રીનું રૂપ અને લાવણ્ય જોઈને રાજા-રાણીનો ઉમંગ માતો નહોતો. પરંતુ સાથે જ એમને ચિંતા થવા લાગી – “પુત્રીને અનુરૂપ રાજપુત્ર. કેવી રીતે મળશે?' મંત્રીની સલાહથી અયોધન રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. દેશવિદેશના અનેક રાજાઓ સુલસાને વરવાના કોડે ચારણયુગલ નગરીમાં આવી પહોંચ્યા. તેમાં સગર રાજા અતિ એશ્વર્યથી શોભતો હતો. સગરે પોતાની દ્વારપાલિકા મંદોદરીને અયોધનના રાજમહેલમાં જતી-આવતી રાખી અને અયોધનના અંતઃપુરમાં શું ચર્ચા વિચારણા ચાલી રહી છે, તેના પર લક્ષ
For Private And Personal Use Only